30 May, 2025 07:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નો યુનિફૉર્મ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નવા યુનિફૉર્મમાં રંગોના પ્રમાણ પર ખાસ ધ્યાન અપાયું છે. એમાં ૫૦ ટકા ખાખી, ૪૫ ટકા લીલો અને પાંચ ટકા ભૂરો રંગ હશે. હવે BSFના જવાનો એકદમ નવા અને શાનદાર ડિજિટલ પૅટર્નવાળા કૉમ્બેટ ડ્રેસમાં જોવા મળશે.
નવી વરદીનું ફૅબ્રિક આરામદાયક હોવા ઉપરાંત ટકાઉ પણ હોય એનું ધ્યાન રખાયું છે. પહેલાં ૫૦ ટકા કૉટન અને ૫૦ ટકા પૉલિએસ્ટર હતું. હવે નવા યુનિફૉર્મમાં ૮૦ ટકા કૉટન, ૧૯ ટકા પૉલિએસ્ટર અને એક ટકો સ્પૅન્ડેક્સ ફૅબ્રિક વપરાશે. આનાથી કપડું ફ્લેક્સિબલ પણ રહેશે અને કૉટન હોવાથી આરામદાયક પણ. નવી ડિઝાઇન BSFના જવાનોએ જાતે જ ઇન-હાઉસ તૈયાર કરી છે. લગભગ દોઢ વર્ષના પ્રયોગો પછી હવે ડિજિટલ પ્રિન્ટ અને એની સિલાઈની પણ પેટન્ટ કરાવી છે.