બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન પર પરથી આપ્યું રાજીનામું

26 July, 2021 12:58 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટકમાં આજે ભાજપ સરકાને બે વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં બીએસ યેદિયુરપ્પાએ રાજ્યના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

બી.એસ. યેદિયુરપ્પા

કર્ણાટક (karnataka)ના  રાજકારણાં એક વાર ફરી ધમાસાણ મચી છે. સોમવારે  બી.એસ. યેદિયુરપ્પા( B.S.yediyuruppa)એ કર્ણાટકના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આ રાજીનામુ ત્યારે આપ્યું છે જ્યારે આજે જ કર્ણાટકમાં બીજેપી સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં હવે બધાની નજર તેના પર છે કે હવે ભાજપની કમાન કોને સોંપવામાં આવશે.  

પોતાના રાજીનામાં અંગે જાહેરાત કરતાં યેદિયુરપ્પાએ કહ્યું કે તેમને કર્ણાટકના લોકો માટે ખુબ જ કામ કરવું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે તે હંમેશા અગ્નપરીક્ષામાંથી પસાર થયા છે. 

સોમવારે એટલે કે આજે જ કર્ણાટકમાં ભાજપ સરકારને બે વર્ષ પૂર્ણ થવા પર જશ્ન માટે વિવિધ કાર્યક્રમ યોજાયા છે, તો બીજી બાજુ યેદિયુરપ્પાએ બધા અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામાં બાદ દિલ્હીમાં હલચલ મચી ગઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકના પ્રભારી અરુણ  સિંહ સાથે ચર્ચા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઓબ્ઝર્વરના નામની જાહેરાત થશે અને ત્યાર બાદ મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે. 

જોકે કેટલાય સમયથી કર્ણાટક રાજકારણને લઈ ચર્ચાઓ થતી હતી. તાજેતરમાં યેદિયુરપ્પાએ નવી દિલ્હી જઈ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.  ત્યારથી જ એ વાતે વેગ પકડ્યો હતો કે યેદિયુરુપ્પા પોતાનુ પદ છોડી શકે છે. 

નોંધનીય છે કે વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી, પરંતુ આ સરકાર એક જ વર્ષ ચાલી હતી. બાદમાં ભાજપે બી.એસ. યેદિયુરુપ્પાની આગેવાની હેઠળ પોતાની સરકાર બનાવી લીધી હતી. 

national news karnataka indian politics