બ્રિટેને જલિયાંવાલા બાગ નરસંહાર પર ફરી માંગી માફી

13 April, 2019 10:28 AM IST  |  અમૃતસર

બ્રિટેને જલિયાંવાલા બાગ નરસંહાર પર ફરી માંગી માફી

જલિયાંવાલા બાગની ઘટનાને થયા 100 વર્ષ

જલિયાંવાલા બાગ નરસંહારની વરસી પર બ્રિટિશ સરકારે ફરી એક વાર માફી માંગી છે અને તેને શરમજનક ગણાવી છે. ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત ડોમિનિક એક્યૂથે કહ્યું છે કે જે થયું તે બેહદ શરમજનક હતું. બ્રિટિશ ઉચ્ચાયુક્તે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરીને શહીદોને યાદ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જલિયાંવાલા બાદ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જલિયાવાંલા બાગ નરસંહારના 100 વર્ષ પૂરા થવા પર શતાબ્દી શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

PM મોદીએ કર્યું ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું, 'આજે આપણે ભયાવહ જલિયાંવાલા બાદ નરસંહારના 100 વર્ષોનું નિરીક્ષણ કરી રહ્યા છે, ત્યારે ભારત એ ઘાતક દિવસ પર શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. તેમની સ્મૃતિમાં તે ભારતા નિર્માણ માટે વધારે મહેનત કરવા માટે પ્રેરિત કરે છે જેના પર તેમને ગર્વ થશે.'


રાહુલ ગાંધી, કેપ્ટન અમરિંદરે આપી અંજલિ
બ્રિટિશ ઉચ્ચાયુક્તની સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિતના લોકોએ શહીદ સ્મારક પર અંજલિ આપી. આ મોકા પર જલિયાંવાલા બાગ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી છે. જલિયાંવાલા બાગના મુખ્ય દ્વાર સહિતના ક્ષેત્રોમાં પોલીસ અને અર્ધ સૈનિક બળોના જવાનનો તહેનાત છે.

આ પણ વાંચોઃ જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ટેરીસા મેએ વ્યક્ત કર્યો અફસોસ

જલિયાંવાલા નરસંહારના 100 વર્ષ
જલિયાંવાલા નરસંહારન 100 વર્ષ થવા પર શહેરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. 13 એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ રીતે સભા કરી રહેલા નિશસ્ત્ર લોકો પર અંધાધૂધ ગોળીઓ વરસાવવામાં આવી હતી. અને આ અત્યાચારના સૌથઈ મોટા ગુનેગાર જનરલ ડાયર હતા. અંગ્રેજોના રોલેટ એક્ટના વિરોધમાં જલિયાંવાલા બાગમાં સભા થઈ હતી. અને બાદમાં થયો હતો નરસંહાર, જેના આખા દેશમાં ઘેરા પડઘા પડ્યા હતા.

narendra modi rahul gandhi