કોવૅક્સિન અને કોવિશીલ્ડ બંને રસી પાંચ જ મિનિટમાં અપાઈ

20 June, 2021 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પટનામાં આ ગોટાળો : મહિલા ડૉક્ટરોની નિગરાની હેઠળ

પ્રતીકાત્મક તસવીર

બિહારમાં પટના પાસેના બેલાદ્રીચક ​મિડલ સ્કૂલ વેક્સિનેશન કૅમ્પમાં એક મહિલાએ પાંચ મિનિટમાં કોવૅક્સિન અને કોવિશીલ્ડ બન્ને વૅક્સિન્સ લીધી હતી. અવધપુર ગામની રહેવાસી ૬૩ વર્ષીય સુનીતાદેવીએ ભૂલથી બે વખત વૅક્સિન લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ મહિલા હાલ ડૉક્ટરોની નિગરાની હેઠળ છે. સુનીતાદેવીને વૅક્સિન આપનારી બે નર્સ પાસે ગોટાળો કેવી રીતે થયો તેની સ્પષ્ટતા મગાઈ હતી. સૂત્રોના કહેવા અનુાસાર સુનીતા દેવીને રજિસ્ટ્રેશન પ્રોસેસ પછી પહેલાં કોવિશિલ્ડ વૅક્સિન આપવામાં આવી હતી. ત્યારપછી તેમને પાંચ મિનિટ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. અજાણ સુનીતા દેવી બીજી કતારમાં ઊભાં રહી ગયાં હતાં. એ કતાર કોવૅક્સિન માટેની હતી. 
સુનીતા દેવીએ નર્સને કહ્યું કે આ હાથમાં રસી લીધી છે. તેમ છતાં નર્સે એજ હાથમાં વૅક્સિન આપી હતી. 

coronavirus covid vaccine covid19 patna national news