બોમ્માઈએ કર્યું મોદીનું અનુકરણ

29 July, 2021 02:13 PM IST  |  New Delhi | Agency

તેમણે ખેડૂતોનાં સંતાનો માટે સ્કૉલરશિપ પ્રોગ્રામ જાહેર કરવા ઉપરાંત સિનિયર સિટિઝન્સ, વિધવા સ્ત્રીઓ અને દિવ્યાંગો માટેના પેન્શનમાં વધારાની જાહેરાત પણ નવા મુખ્ય પ્રધાને કરી હતી.

બોમ્માઈએ કર્યું મોદીનું અનુકરણ

બસવરાજ બોમ્માઈએ ગઈ કાલે કર્ણાટક રાજ્યના ૩૦મા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ વિધાનસભામાં મુખ્ય પ્રધાન તરીકે પ્રવેશ કરતાં પહેલાં એનાં પગથિયાંને વંદન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અનુકરણ કર્યું હતું. મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ સંસદમાં પહેલી વાર પ્રવેશતાં પહેલાં ઝૂકીને એનાં પગથિયાંને નમન કર્યું હતું. બોમ્માઈઅે ગઈ કાલે પહેલા જ દિવસે કેટલીક આર્થિક જાહેરાતો કરી હતી. તેમણે ખેડૂતોનાં સંતાનો માટે સ્કૉલરશિપ પ્રોગ્રામ જાહેર કરવા ઉપરાંત સિનિયર સિટિઝન્સ, વિધવા સ્ત્રીઓ અને દિવ્યાંગો માટેના પેન્શનમાં વધારાની જાહેરાત પણ નવા મુખ્ય પ્રધાને કરી હતી.  પી.ટી.આઇ.

narendra modi national news bommai