રાજૌરીમાં LoC પાસે બ્લાસ્ટ, સેનાના મેજર કક્ષાના અધિકારી શહીદ

16 February, 2019 06:30 PM IST  |  રાજૌરી

રાજૌરીમાં LoC પાસે બ્લાસ્ટ, સેનાના મેજર કક્ષાના અધિકારી શહીદ

48 કલાકમાં બીજો હુમલો(પ્રતિકાત્મક તસવીર)

જમ્મૂ કશ્મીરના રાજૌરીમાં LoC પાસે આજે તપાસ દરમિયાન વિસ્ફોટ થતા સેનાના એક મેજર શહીદ થયા છે. નૌશેરા સેક્ટરમાં IED બ્લાસ્ટ થયો જેમાં સેનાના વધુ એક અધિકારીએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો, જેને ડીફ્યૂસ કરતા સમયે મેજર રેન્કના સેનાના અધિકારીનું મોત થયું. આ અધિકારી કોર્પ્સ ઑફ એન્જિનીયર્સના મેજર રેન્કના અધિકારી હતા. આ વિસ્ફોટ નૌશેરા સેક્ટરમાં આવેલી સીમા નિયંત્રણ રેખાની દોઢ કિલોમીટર અંદર થયો.

પાકિસ્તાને કર્યો યુદ્ધવિરામનો ભંગ

પાકિસ્તાને જમ્મૂ કશ્મીરના નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. સાંજે ચાર વાગ્યા આસપાસ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે.

jammu and kashmir terror attack national news