Blast In Mohali: મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસની બહાર રોકેટ હુમલા બાદ હાઈ એલર્ટ

10 May, 2022 02:23 PM IST  |  Mohali | Gujarati Mid-day Online Correspondent

કોઈને ઈજા થઈ નથી અને કોઈ નુકસાન થયું નથી

તસવીર: પીટીઆઈ

પંજાબના મોહાલીમાં સોમવારે મોડી સાંજે પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર બિલ્ડિંગ પર રોકેટ હુમલો થયો હતો. જેણે બધાને મૂંઝવણમાં મુકી દીધા છે, જેના વિશે મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી છે. તે જ સમયે, પંજાબ પોલીસે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે.

હાલમાં મોહાલીના એસપી (હેડક્વાર્ટર) રવિન્દર પાલ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે “તેની તપાસ ચાલી રહી છે.” બીજી બાજુ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આને આતંકવાદી હુમલો ગણી શકાય, તો તેમનું કહેવું છે કે “તેને અવગણી શકાય નહીં. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.” જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ સિસ્ટમ પર આ હુમલામાં આતંકવાદીઓનું ષડયંત્ર હોઈ શકે છે.

એસપી (હેડક્વાર્ટર) રવિન્દર પાલ સિંહનું કહેવું છે કે હુમલાની તીવ્રતાને કારણે કોઈને ઈજા થઈ નથી અને કોઈ નુકસાન થયું નથી. તેમનું કહેવું છે કે પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને FSL ટીમ તેની તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટરની ઈમારત પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. હુમલામાં બિલ્ડિંગના બીજા માળની બારીઓના કાચ તૂટી ગયા હતા. મોહાલી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર SAS નગરમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં સાંજે લગભગ 7:45 વાગ્યે વિસ્ફોટ થયો હતો અને હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.”

national news punjab