NaMo Appની વર્ચ્યુઅલ એક્ઝિબિશનમાં જુઓ વડાપ્રધાનના સંઘર્ષ અને સફળતાઓ

17 September, 2020 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NaMo Appની વર્ચ્યુઅલ એક્ઝિબિશનમાં જુઓ વડાપ્રધાનના સંઘર્ષ અને સફળતાઓ

ભાજપના ટ્વીટર અકાઉન્ટના વીડિયોમાંથી લીધેલી તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના જન્મદિવસની ઉજવણી ભાજપે (BJP) અલગ જ રીતે કરી છે. વડાપ્રધાનનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવીને ભાજપે દેશના વિવિધ સ્થળોમાં પબ્લિક સર્વિસની ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું.

પાર્ટીના સોશ્યલ મીડિયા હેન્ડલમાં એક શોર્ટ ક્લિપ શૅર કરીને કૅપ્શન આપી, ખાસ દિવસ માટે એક સ્પેશ્યલ વર્ચ્યુઅલ એક્ઝિબિશન. ઘરેથી જ તમારા ફેવરેટ નેતાને 70માં જન્મદિવસની શુભેચ્છા આપો. તેમની જીવન-ગાથા, સફર, તેમની સફળતાઓ ક્યારે પણ ન જોઈ હોય તે ફોર્મેટમાં જોવા મળશે. નમો એપમાં વર્ચ્યુઅલ એક્ઝિબિશન જુઓ.

આ વીડિયોમાં વ્યૂઅર્સને ‘360 ડિગ્રી વર્ચ્યુઅલ એક્ઝિબિશન’નો લાભ મળશે. ભાજપે આખા દેશમાં આજે ઘણા ઠેકાણે ‘સેવા દિવસ’ તરીકે ઉજવણી કરતા પબ્લિક સર્વિસ ઈવેન્ટનું આયોજન કર્યું છે.

આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)થી લઇને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથસિંહ (Rajnath Singh), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય મોટા નેતાઓએ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાનને વિશ કર્યું છે. કંગના રનોટ (Kangana Ranaut),અનુપમ ખેર (Anupam Kher), હેમા માલિની (Hema Malini), ફિલ્મમેકર મધુર ભંડારકર (Madhur Bhandarkar),અનિલ કપૂર (Anil Kapoor) સહિતના સેલેબ્સે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી છે.

narendra modi