ગોડસે પર વિવાદીત નિવેદન બાદ પ્રજ્ઞા ઠાકુર પર ભાજપે કરી મોટી કાર્યવાહી

28 November, 2019 02:44 PM IST  |  New Delhi

ગોડસે પર વિવાદીત નિવેદન બાદ પ્રજ્ઞા ઠાકુર પર ભાજપે કરી મોટી કાર્યવાહી

પ્રજ્ઞા ઠાકુર (PC : ANI)

સંસદમાં બુધવારે પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસેને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજકારણ ગરમાયું હતું. આ ઘટનાને પગલે સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ભાજપે નીંદા કરી હતી અને જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ આ પ્રકારની વિચારધારાનું સમર્થન કરતું નથી. જેને પગલે ભાજપે પ્રજ્ઞા ઠાકુર પર આકરા પગલા લેતા તેને સુરક્ષા સાથે જોડાયેલી સંસદીય સમિતિમાંથી દુર કરવાનો નિર્ણય લીધો છે અને ભાજપની પાર્લામેન્ટરી પાર્ટીની મીટીંગમાં જોડાવાની પણ પરવાનગી રદ્દ કરી છે.

થોડા દિવસ પહેલા જ પ્રજ્ઞા ઠાકુરને સુરક્ષા સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું
બુધવારે સંસદમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે પ્રજ્ઞાને થોડા દિવસો પહેલા જ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.



પ્રહલાદ જોષીએ બચાવ કર્યો હતો
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ તેમનો બચાવ કરતા કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરે ક્યારેય પણ નાથુરામ ગોડસેનું નામ લીધું નથી. દ્રુમકના કે એ.રાજાએ સંસદમાં ગોડસેનું એક નિવેદન વાંચ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું ગોડસે એ મહાત્મા ગાંધીને કેમ માર્યા હતા. તેની પર પ્રજ્ઞા ઠાકુરે તેમને ટોકતા કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો.

જોષીએ બુધવારે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે તેમનો (પ્રજ્ઞાનો) માઈક્રોફોન બંધ હતો. જ્યારે ઉધમ સિંહનું નામ લેવામાં આવી રહ્યું હતું, ત્યારે તેમણે વાધો ઉઠાવ્યો હતો. તેમણે તેની પર સ્પષ્ટીકરણ પણ આપ્યું અને જણાવ્યું કે આ તેમનો વ્યક્તિગત મામલો છે. તેમણે ક્યારે પણ ગોડસે કે કોઈ અન્યનું નામ પણ લીધુ નથી. તેમના નામ લેવાનો કોઈ રેકોર્ડ પણ નથી. આ પ્રકારના સમાચારો ફેલાવવા તે યોગ્ય નથી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

દેશ પ્રજ્ઞાને ક્યારે પણ માફ કરશે નહિઃ કમલનાથ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે બુધવારે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઈને વાધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમની પાર્ટીએ આ પ્રકારના નિવેદનને લઈને કાર્યવાહી કરવી જોઈએ. કમલનાથે ટ્વિટ કર્યું ભાજપે આ મુદ્દા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરવું જોઈએ. વડાપ્રધાન મોદીને પ્રજ્ઞાના આ પ્રકારના નિવેદનને રિપિટ કરવા બદલ ફરીથી માફ કરવા ન જોઈએ. તેમણે કહ્યું કે સમગ્ર દેશ તેમને ક્યારે પણ માફ કરશે નહિ.

national news delhi sadhvi pragya singh thakur