કુમારસ્વામી કર્ણાટકના 'એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર' :ભાજપ

29 December, 2018 09:25 PM IST  | 

કુમારસ્વામી કર્ણાટકના 'એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર' :ભાજપ

ભાજપે કુમારસ્વામીને 'એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર' કહ્યાં

કર્ણાટકમાં વિપક્ષ ભાજપે મુખ્યપ્રધાન કુમારસ્વામીને 'એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર' કહેતા તેમની મજાક ઉડાવી છે.ભાજપે કુમારસ્વામીના સિંગાપોર પ્રવાસ પર કટાક્ષ કરતા કહ્યું છે કે જ્યારે પ્રદેશનાં મોટા ભાગના ક્ષેત્રમાં અછત સર્જાઈ છે તેમ છતાં નવું વર્ષ મનાવવા વિદેશ ગયા છે. 

ભાજપની કર્ણાટક ટીમે ટ્વીટ કરતા પોસ્ટ કરતા કહ્યું છે કે,'પ્રદેશમાં નવી સરકારની રચના પછી 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવ્યું નથી. કર્ણાટક દેવાદાર પ્રદેશ બનવા તરફ વધી રહ્યો છે અને પ્રદેશના મુખ્યપ્રધાન નવુ વર્ષ વિદેશમાં મનાવી રહ્યાં છે. જો કોઈ સિનેમાનું ટાઈટલ એક્સિડેન્ટલ મુખ્યપ્રધાન હોય તો કુમારસ્વામી માટે પરફેક્ટ રહેશે. '

શુક્રવારે મુખ્યપ્રધાન કાર્યાલયે એક નિવેદન આપ્યું હતું કે શનિવાર રાત્રે કુમારસ્વામી તેમના પરિવાર સાથે એક ખાનગી પ્રવાસે જાય છે એક જાન્યુઆરીએ પાછા ફરશે. અધિકારીઓ અનુસાર JDS નેતા કેટલાક વર્ષોથી નવું વર્ષ મનાવતા આવ્યા છે. કુમારસ્વામીના આ વિદેશ પ્રવાસે એ સમયે ગયા છે જ્યારે પાર્ટીની અંદર જ ગઠબંધનની સહયોગી પાર્ટી કોંગ્રેસ સામે અવાજ ઉઠી રહ્યાં છે.

karnataka bharatiya janata party congress