BJP પ્રેસિડન્ટ નીતિન નબીન રાજ્યસભાની ચૂંટણી લડશે, પાર્ટીએ ૯ ઉમેદવાર જાહેર કર્યા

04 March, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે રાજ્યસભાની ચૂંટણી માટે ૯ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી

નીતિન નબીન

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે રાજ્યસભાની ચૂંટણી માટે ૯ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન બિહારથી ચૂંટણી લડશે. આ યાદીમાં બિહારથી શિવેશ કુમારનું નામ પણ છે. BJPએ છત્તીસગઢથી લક્ષ્મી વર્માને ઉમેદવાર બનાવ્યાં છે. આસામથી તેરાશ ગોવાલા અને જોગેન મોહન, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સમાલ અને સુજિત કુમાર તેમ જ પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહા ચૂંટણી લડી રહ્યા છે.

૧૦ રાજ્યમાં ૩૭ રાજ્યસભાની બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે અને એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે મતગણતરી શરૂ થશે.

national news india bhartiya janta party bjp bharatiya janata party Rajya Sabha political news indian politics