CRPF ન હોત તો બચવું હતું મુશ્કેલઃ અમિત શાહ

15 May, 2019 12:33 PM IST  |  નવી દિલ્હી

CRPF ન હોત તો બચવું હતું મુશ્કેલઃ અમિત શાહ

અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોલકાતામાં રોડ શોમાં થયેલી હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. શાહે કહ્યું કે સત્તા બચાવવા માટે TMC ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ગઈકાલે CRPF ન હોત તો મારું ત્યાંથી બચીને નીકળવું મુશ્કેલ હતું. અમારા અનેક કાર્યકર્તાઓ માર્યા ગયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં અમે પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે.

મંગળવારે થઈ હતી હિંસા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના મંગળવારે થયેલા રોડ શો દરમિયાન હિંસા થઈ હતી. અમિત શાહે કહ્યું કે રોડ શો દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સમર્થકોએ ભાજપના કાર્યકર્તાઓને ઉકસાવ્યા. તેમણે અમારા કાફલા પર હુમલો કર્યો, પથ્થરબાજી કરી, કેરોસિનના બોમ્બ ફેંક્યા. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચોઃ મેં પહેલાં જ કહ્યું હતું મોદી નીચ છે : મણિશંકર અય્યર

હુમલા પર કોણે શું કહ્યું
અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે મમતા બેનર્જી સામાન્ય ચૂંટણીમાં પોતાની હાર જોઈને ડરી ગયા છે. અને તેઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના માટે મમતા બેનર્જીને સીધે સીધા જવાબદાર ગણાવ્યા હતા.

amit shah mamata banerjee kolkata