અમારી યાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી જાતઃ અમિત શાહ

22 January, 2019 03:43 PM IST  | 

અમારી યાત્રા નીકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રા નીકળી જાતઃ અમિત શાહ

અમિત શાહે માલાદામાં જાહેર સભાને કર્યું સંબોધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદામાં એક જનસભાને સંબોધન કર્યું. આ મોકા પર તેમણે રાજ્યની તૃણમૂલ કૉંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું. માલદા રેલીમાં અમિત શાહે કહ્યું કે આજે બંગાળમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કરવા આવ્યો છું.

અમારો સંકલ્પ છે કે અમે મમતા સરકારને ઉખાડી ફેંકીશું. આ સરકાર બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2019ની ચૂંટણીમાં હત્યાઓ કરાવનારી TMC સરકાર રહેશે કે જાશે. તેમણે કહ્યું કે મમતા સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહી છે.

માલદા રેલીમાં અમિત શાહે કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સતત બંગાલમાં મહેનત કરી રહ્યા હતા. અમારી યાત્રા નીકળી હતો તો તેમની સરકારની અંતિમ યાત્રા નીકળી જાત એટલે જ અમારી યાત્રાને પરવાનગી ન આપવામાં આવી. પણ હવે અમે વધુ મહેનત કરીશું. તેમણે કહ્યું કે મમતા સરકારે બંગાળને કંગાળ કરી દીધું. અમિત શાહે એવો પણ આરોપ લગાવ્યો કે મમતા સરકારે બંગાળની સંસ્કૃતિને ખતમ કરી દીધી. કૉંગ્રેસે કર્યા સુભાષ બાબૂનું સન્માન ન કર્યું પરંતુ વડાપ્રધાન મોદી તેમનું સન્માન કરવા માટે અંડમાન સુધી ગયા. લોકોએ કમ્યુનિસ્ટ સરકારને હટાવીને મમતાની સરકારને મોકો આપ્યો હતો પરંતુ હવે લોકો કહે છે કે આના કરતા કમ્યુનિસ્ટ સરકાર સારી હતી.

માલદા જિલ્લામાં જનસભાને સંબોધન કર્યા બાદ અમિત શાહ બુધવારે ઝાડગ્રામ અને બીરભૂમના સિઉડીમાં જનસભા કરશે. જ્યારે ગુરુવારે દક્ષિણ 24 પરગણાના જયનગર અને નદિયા જિલ્લામાં અમિત શાહની સભા થવાની છે. ત્રણ દિવસ સુધી સતત બંગાળમાં સભાઓ ગજાવ્યા બાદ અમિત શાહ દિલ્લી પાછા આવશે.

આ પણ વાંચોઃ કપિલ સિબ્બલ ઈવીએમ હેકીંગ કાર્યક્રમમાં શું કરી રહ્યા હતા?-રવિશંકર પ્રસાદ

હેલિકોપ્ટર લેન્ડ કરવાને લઈને થયો હતો વિવાદ

આજે માલદામાં થયેલી અમિત શાહની જનસભા પહેલા ખૂબ જ હંગામો થયો હતો. પહેલા રાજ્ય સરકારે માલદા એરપોર્ટ પર અમિત શાહનું હેલિકોપ્ટર લેન્ડ કરવાની પરવાનગી નહોતી આપી. વિવાદ તો ત્યારે થયો જ્યારે રાજ્યના તંત્રએ એરપોર્ટના બદલે એક હોટેલની જમીન પર બનેલા અસ્થાયી હેલિપેડ પર અમિત શાહનું હેલિકોપ્ટર લેન્ડ કરવાની અનુમતિ આપી.