ભાજપ અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ, દિલ્હી એઇમ્સમાં કરાયા ભરતી

17 January, 2019 10:51 AM IST  |  દિલ્હી

ભાજપ અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ, દિલ્હી એઇમ્સમાં કરાયા ભરતી

દિલ્હી એઈમ્સમાં અપાઈ રહી છે સારવાર

 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ ડિટેક્ટ થતાં ગઈ કાલે રાતે 9 વાગ્યે તત્કાળ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે જાતે જ સ્વાઇન ફ્લુ થયો હોવાની માહિતી ટ્વિટર હૅન્ડલ પર આપી ત્યારે એની જાણ થઈ હતી.

અમિત શાહે ટ્વિટર પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘મને સ્વાઇન ફ્લુ થયો છે અને એની સારવાર ચાલી રહી છે. ઈશ્વરની કૃપા અને તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાઓને કારણે ટૂંક સમયમાં હું સ્વસ્થ થઈ જઈશ.’

જોકે દિલ્હીનાં આધારભૂત સાધનોના જણાવ્યા મુજબ રાતે નવ વાગ્યાની આસપાસ જ્યારે અમિત શાહને એઇમ્સમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થતો હતો અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

આ પણ વાંચોઃ અમિત શાહની પતંગબાજીની મજા બગાડી BJPના જ કાર્યકરોએ

૨૦ જાન્યુઆરીથી પશ્ચિમ બંગાળમાં સતત ત્રણ દિવસ રૅલીનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે એમ જણાવતાં ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે ‘બંગાળમાં રૅલી વખતે અમિત શાહને કોઈ જાતની સમસ્યા ન થાય એ માટે સાવચેતીનાં પગલાંરૂપે સ્વાઇન ફ્લુ ડિટેક્ટ થતાં તત્કાળ એઇમ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અમિત શાહને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની સમસ્યા જૂની છે અને એમાં સ્વાઇન ફ્લુને કારણે કોઈ કૉમ્પ્લિકેશન ન થાય એવી ઇચ્છા હોવાથી તેમને હૉસ્પિટલમાં લઈ જવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો.’

amit shah