`Hospitalમાં કોરોના સંક્રમિત પત્નીને ન મળ્યો બેડ, જમીન પર સુવડાવી`, જાણો વધુ

10 May, 2021 07:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપ વિધેયકે પોતાના વીડિયોમાં આરોપ મૂક્ય છે કે મેડિકલ કૉલેજમાં તેની પત્નીને સારી સારવાર નથી આપવામાં આવી રહી અને ત્યાં ખાવા-પીવા સુદ્ધાંની મુશ્કેલી છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીએ દરેક સામાન્ય અને ખાસને એક લાઇનમાં ઊભા રાખી દીધા છે. સારવાર ન મળવાને કારણે કેટલાય લોકોના નિધન થઈ રહ્યા છે તો કેટલાક પોતાની પીજા વિશ્વની સામે રજૂ કરી રહ્યા છે. યૂપીમાં ભલે સરકાર પર્યાપ્ત સ્વાસ્થ્ય તૈયારીઓના દાવા કરી રહી છે પણ તેમની પાર્ટીના એક વિધેયકે આનો ભેદ ખુલ્લો મૂક્યો છે.

જમીન પર સુઇ રહી પત્ની
હકીકતે, ફિરોઝાબાદના જસરાનાથી ભાજપ વિધેયક રામગોપાલ લોધીની પત્નીને સારવાર માટે હૉસ્પિટલમાં બેડ સુદ્ધાં ન મળ્યો. તેના પછી તેમને કોરોના સંક્રમિત પત્નીને જમીન પર સુવડાવવી પડી. વિધેયકે એક વીડિયો શૅર કરીને પોતાની આપવીતી લોકોને સંભળાવી છે. હવે તેમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રામગોપાલ ઉર્ફે પપ્પૂ 30 એપ્રિલના કોરોના સંક્રમિત થઈ ગયા હતા જેના પછી તેની પત્ની સંધ્યા પણ કોરોના સંક્રમિત થઈ. પહેલા પત્નીને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આી પછી તબિયત બગડવા પર આગરાના એસએન મેડિકલ કૉલેજ માટે રેફર કરવામાં આવી. જો કે, વિધેયક સ્થાનિક હૉસ્પિટલમાંથી જ કોરોના નેગેટિવ થઈને ડિસ્ચાર્જ થઈ ગયા અને હાલ હોમ ક્વૉરન્ટિનમાં છે.

હૉસ્પિટલ નથી આપી રહી માહિતી
આ દરમિયાન શુક્રવારે તેમની પત્નીની તબિયત બગડી તો તેમને આગરાના એસએન મેડિકલ કૉલેજ રેફર કરવામાં આવી. અહીં કેટલાય કલાક હેરાન થયા પછી તેમની પત્નીને બેડ મળ્યો. રવિવારે પપ્પૂએ પોતાના વીડિયોમાં જણાવ્યું કે ત્રણ કલાક તેમની પત્ની જમીન પર પડી રહી. કેટલીય મુશ્કેલીથી ડીએમના કહેવા પર તેમને એક બેડ મળ્યો. હવે તેમની પત્નીની સ્થિતિ કેવી છે આ વિશે પણ વિધેયકને હૉસ્પિટલ તરફથી કોઇ માહિતી આપવામાં આવતી નથી.

ટીઓઆઇના રિપૉર્ટ પ્રમાણે, ભાજપ વિધેયકે પોતાના વીડિયોમાં આરોપ મૂક્યો કે મેડિકલ કૉલેજમાં તેમની પત્નીને યોગ્ય સારવાર ન આપવામાં આવી અને ત્યાં ખાવા-પીવા સુદ્ધાની તકલીફ છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે સત્તાધારી વિધેયકને હૉસ્પિટલમાં એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સામાન્ય માણસો કેવી રીતે સારવાર મેળવી શકશે.

national news coronavirus covid19 bharatiya janata party