ગૂગલમાં જાહેરાતો પર સૌથી વધારે ખર્ચ કરનાર પક્ષ ભાજપ

05 April, 2019 08:09 AM IST  | 

ગૂગલમાં જાહેરાતો પર સૌથી વધારે ખર્ચ કરનાર પક્ષ ભાજપ

ગૂગલમાં જાહેરાતો આપવાના મામલે ભાજપે તમામ રાજનૈતિક પક્ષોને પાછળ છોડી દાધાં છે. જ્યારે જાહેરાતો પર ખર્ચ કરવાની બાબતે કોંગ્રેસ છઠ્ઠા નંબર પર છે. ‘ભારતીય પારદર્શિતા રર્પિોટ’ અનુસાર રાજનેતિક પાર્ટીઓ દ્વારા જાહેરાત આપવામાં ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાતો પર ૧.૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગૂગલ પરની કુલ જાહેરાતમાં એલા ભાજપની ૩૨ ટકા જાહેરાતો છે.

જ્યારે વિપક્ષી દળ કોંગ્રેસ આ યાદીમાં છઠ્ઠા નંબરે આવે છે. જેણે ૧૪ જાહેરાતો પાછળ આશરે ૫૪,૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. રર્પિોટ અનુસાર ભાજપ બાદ આ યાદીમાં આંધ્રપ્રદેશની વાયએસઆર રેડ્ડીના નેતૃત્વ વાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી છે. જેણે જાહેરાતો પાછળ કુલ ૧.૦૪ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. તેલગુ દેશમ પાર્ટી અને તેના ચફ ચંદ્રા બાબુ નાયડૂનો પ્રચાર સંભાળતી પ્રમાણ્ય સ્ટ્રેટજી કન્લલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ જાહેરાતો પાછળ ૮૫.૨૫ લાખ ખર્ચ કરવાની સાથે જ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે તેલુગુ દેશમ પક્ષ અને તેના ચંદ્રાબાબુ નાયડુનો પ્રચાર સંભાળતી ડિઝિટલ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૬૩.૪૩ લાખ રૂપિયાના ખર્ચ કરાયો છે અને તે સાથે ચોથા નંબર પર છે.

આ પણ વાંચોઃ 'ઘર સે નીકલતે હી' ગીતવાળી એક્ટ્રેસ Google ઈન્ડિયામાં બની હેડ

દરમિયાનમાં ગૂગલે તેની જાહેરાતની નીતિના ઉલ્લંધન બદલ ૧૧માંથી ચાર રાજનૈતિક જાહેરાત આપનારી સંસ્થાઓની જાહેરાત બ્લોક કરી દીધી છે.

bharatiya janata party Election 2019 national news