૪૮૪૭.૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજેપી સૌથી અમીર પાર્ટી

29 January, 2022 09:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઝની સંપત્તિ અને દેવાનું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરે છે.

પ્રતીકાત્મક તસવીર

 બીજેપીએ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ૪૮૪૭.૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ પોલિટિકલ પાર્ટીઝમાં સૌથી વધુ છે. ચૂંટણીઓમાં સુધારણાઓ માટેની હિમાયત કરતાં ગ્રુપ એડીઆર અનુસાર બીએસપીએ ૬૯૮.૩૩ કરોડ અને કૉન્ગ્રેસે ૫૮૮.૧૬ કરોડની સંપત્તિ જાહેર કરી છે. અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઝની સંપત્તિ અને દેવાનું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરે છે.
એનાલિસિસ અનુસાર સાત રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પાર્ટીઝ દ્વારા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ દરમ્યાન જાહેર કરવામાં આવેલી કુલ સંપત્તિ અનુક્રમે ૬૯૮૮.૫૭ કરોડ અને ૨૧૨૯.૩૮ કરોડ રૂપિયા છે. ૪૪ પ્રાદેશિક પાર્ટીઝમાં ટૉપ ૧૦ પાર્ટીઝની સંપત્તિ ૨૦૨૮.૭૧૫ કરોડ રૂપિયા છે. પ્રાદેશિક પાર્ટીઝમાં સૌથી વધુ સંપત્તિ સમાજવાદી પાર્ટી દ્વારા ૫૬૩.૪૭ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી. જેના પછી ટીઆરએસની ૩૦૧.૪૭ કરોડ રૂપિયા જ્યારે એઆઇએડીએમકેની ૨૬૭.૬૧ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરાઈ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રાદેશિક પાર્ટીઝ દ્વારા જાહેર કરવામાં આવેલી કુલ સંપત્તિના ૭૬.૯૯ ટકા એટલે કે ૧૬૩૯.૫૧ કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ-એફડીઆરમાં હતા. 

national news indian politics bharatiya janata party