હરિયાણા વિધાનસભા ચુંટણી : યોગેશ્વર અને બબીતા ફોગટને BJP એ આપી ટીકિટ

30 September, 2019 08:10 PM IST  |  Panipat

હરિયાણા વિધાનસભા ચુંટણી : યોગેશ્વર અને બબીતા ફોગટને BJP એ આપી ટીકિટ

યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટ (PC: Orrisapost.com)

Panipat : ભાજપે સોમવારે વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી, યોગેશ્વર દત્ત બરોદા, સુભાષ બરાલા ટોહાના, સંદીપ સિંહ પિહોવા અને બબીતા ફોગાટ દાદરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી ટીકિટ પર મંથન કરી અંતિમ રૂપ આપ્યું હતું. પરંતુ હા-ના વચ્ચેની યાદી જાહેર થઈ શકી નથી. લિસ્ટ જાહેર ન થવા પાછળ એક મોટું કારણ રાવ ઈન્દ્રજીત દ્વારા દીકરી માટે ટિકિટની ડિમાંડને પણ માનવામાં આવી રહ્યું છે.



પુર્વ હોકી સુકાની સંદીપસિંહને પણ મળી ટીકિટ
પૂર્વ હોકી સુકાની સંદીપ સિંહ પેહોવાને પણ ટિકિટ મળી છે. સંદીપ સિંહ પણ હાલમાં જ ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા કેપ્ટન અભિમન્યું સિંહને નારનૌનને ટિકિટ મળી હતી. હરિયાણામાં આ વખતે યોજાનારી ચૂંટણીમાં ભાજપે અંબાલા કેંટથી અનિલ વિજ, જાગધારી સીટથી કંવરપાલ ગુર્જર, યમુનાનગરથી ઘનશ્યામ દાસ અરોડા, શાહબાદખી કૃષ્ણ બેદી, કૈથલથી લીલારામ ગુર્જર, નીલખેડીથી ભગવાન દાસ, ઇંદ્રીથી રાજકુમાર કશ્યપ, રાઇથી મોહન લાલ કૌશિક અને સોનિપતથી કવિતા જૈને ટિકિટ આપી છે.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

જેજેપી અને બીએસપીએ પણ નામ જાહેર
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં આ વખતે 21 ઓક્ટોબરથી ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપની મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને જેજેપી સામે થવાનો છે. રવિવારે દુષ્યંત ચોટાલાનાં દળ જનનાયક જનતા પાર્ટીએ રાજ્યમાં 10 સીટ પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીએ પણ રવિવારે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

national news haryana yogeshwar dutt