BJP ઘોષણાપત્ર: જાણો, મિડલ ક્લાસને શું મળી રાહત ?

08 April, 2019 04:33 PM IST  | 

BJP ઘોષણાપત્ર: જાણો, મિડલ ક્લાસને શું મળી રાહત ?

મિડલ ક્લાસને શું મળી રાહત

વચગાળાના બજેટમાં સરકારે મોટી રાહત આપ્યા બાદ ફરી એકવાર બીજેપી સરકારે તેના ઘોષણા પત્રમાં વધુ છૂટ આપવાનો વાયદો આપીને ચુંટણી પહેલા મતદારોને લલચાવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા બીજેપીના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હમણા જ બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે અને જો સરકાર પાછી આવશે તો ટેક્સ સ્લેબના બદલાવ કરવામાં આવશે અને ટેક્સ છૂટ આપવા માટે સરકારે વાયદો કર્યો છે. મધ્યમવર્ગના લોકોની જીવન ગુણવતા વધારવા માટે અને તેમની ખરીદની ક્ષમતામાં વધારો કરવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવશે.

વચગાળાના બજેટમાં સરકારે મધ્યમ વર્ગને આપી હતી મોટી રાહત

ઉલ્લેખનીય છે કે, 2019-20ના ઈનટરિમ બજેટમાં સરકારે મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપી છે. આ વર્ષે જાહેર કરાયેલા બજેટમાં 5,00,000થી ઓછી આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. આ સિવાય સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ પણ વધારવામાં આવી છે. આ પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 40,000 રુપિયા હતા જે વધારીને 50,000 કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: જાણો શું કહે છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની કુંડળી?

 

સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ યોજના પર ખાસ ધ્યાન

બીજેપીએ લોકસભા ચુંટણી પહેલા પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે. જેમાં આ વિશેષ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે કહ્યું હતું કે, ભંડોળમાં વધારાને કારણે ગરીબ કલ્યાણની યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થયો છે. અમે આગળ પણ અમારી આ નીતિઓ પર કામ કરીશુ જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મદદ મળી રહે અને ઈમાનદાર કરદાતાઓની વધુમાં વધુ મદદ થઈ શકે.

bharatiya janata party Election 2019 narendra modi