જાણો શું કહે છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની કુંડળી?

Apr 08, 2019, 10:37 IST

શું કહે છે કુંડળી? કૉંગ્રેસ પ્રમુખનો કેમદ્રુમ યોગ અને વડા પ્રધાનની શુક્રની વિંશોત્તરી દશા છે કારણો

જાણો શું કહે છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની કુંડળી?
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી

રાહુલ ગાંધીના સિતારા શું કહે છે?

જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ કોઈ વ્યક્તિની સાંસારિક જીવનમાં સફળતા-અસફળતા માટે નહીં, પરંતુ તેમના સ્વભાવ અને માનસિક સ્થિતિના વિષયમાં પણ બહુ બધું બતાવે છે. અહીં આપણે વાત કરીએ છીએ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની, જે રાજકીય મેદાનમાં સામસામે છે. આવો જાણીએ રાહુલ ગાંધી ક્યાં અને કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પાછળ રહી જાય છે. લોકસભાની ચૂંટણીના ૨૦૧૯ પરિપ્રેક્ષ્ય માટે શું કહે છે તેમની કુંડળી? જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સાવત્થી તીર્થ-બાવળામાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયજિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ અજિતચન્દ્રવિજય મહારાજસાહેબની ભવિષ્યવાણી જોઈએ.

રાહુલ ગાંધી શું કામ ભ્રમિત નેતા ગણાય છે?

રાહુલ ગાંધીનો જન્મ ૧૯ જૂને બપોરના બે વાગીને ૨૮ મિનિટ પર દિલ્હીમાં થયો છે. તેમની કુંડળી વર્ગોત્તમ તુલા લગ્નની છે જ્યાં લગ્નમાં ગુરુ પણ તુલા રાશિમાં હોવાથી તેમને એક સૌમ્ય વ્યક્તિત્વ પ્રદાન કરે છે. શુભ ગ્રહ લગ્નમાં હોવાથી તેમના ચહેરા પર એક માસૂમિયત અને ભોળપણ છે. રાહુલ ગાંધીની કુંડળીમાં બુદ્ધિ સ્થાન એટલે કે પંચમ ભાવમાં રાહુએ કબજો કર્યો છે. લગ્નના પંચમમાં કમજોર રાહુના લીધે તેઓ વિપક્ષીઓના નિશાના પર રહે છે અને વિપક્ષી તેમને ભ્રમિત નેતાના રૂપમાં દર્શાવે છે.

રાહુલ ગાંધીની કુંડળીમાં વાણી સ્થાનનો સ્વામી મંગળ નવમ ભાવમાં સૂર્ય સાથે મિથુન રાશિમાં અસ્ત થઈને બેઠો છે. વાણીનો કારક ગ્રહ બુધ રાશિ અને નવાંશ બન્ને જગ્યાએ અક્ટમ ભાવમાં પડેલો હોવાથી તેમની વાણી ભાષણ આપતા સમયે હંમેશાં લપસી જાય છે. રાહુલ ગાંધીની કુંડળીમાં ચંદ્રમા ધનુ રાશિમાં કેમદ્રુમ યોગમાં રહેલા છે. ચંદ્રમાની બન્ને બાજુ બીજા કોઈ ગ્રહ ન હોવાના લીધે રાહુલ ગાંધીને કેટલીક વખત બહાર અને અંદર પણ વિરોધનો સામનો કરવો પડે છે.

આગળનું એક વર્ષ જશે કઠિન

કૉંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓની જૂઠી બયાનબાજી રાહુલ ગાંધીને હંમેશાં ભારી પડે છે. તુલા લગ્નની તેમની કુંડળીમાં દશમેશ ચંદ્રમાના કેમદ્રુમ યોગમાં હોવાના કારણે રાહુલ ગાંધી પોતાની પાર્ટીના કમજોર સંગઠનને લીધે પણ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. વર્તમાનમાં ધનુ રાશિ પર ગોચર કરી રહેલા શનિ અને કેતુ આગલા એક વર્ષમાં રાહુલ ગાંધીને નૅશનલ હેરલ્ડ મામલામાં મુશ્કેલ પરિસ્થિતિમાં નાખી શકે છે.

રાહુલની છબિ સુધરશે, બનશે બળૂકા

પંચમ ભાવમાં રહેલા રાહુ, સપ્તમ ભાવમાં બેઠેલા નીચના શનિ અને નવમ ભાવમાં બેઠેલા સૂર્ય-મંગળની યુતિએ રાહુલ ગાંધીને વિવાહ સુખથી વંચિત રાખ્યા છે. તેમની કુંડળીમાં રાહુની વિંશોત્તરી દશા એપ્રિલ મહિનાથી શરૂ થઈ ચૂકી છે, જેનાથી રાહુલ ગાંધી વિપક્ષના મજબૂત નેતા બનીને ઊભરશે. જોકે સત્તામાં આવવા માટે તેમને હજી રાહ જોવી પડશે.

નરેન્દ્ર મોદીના સિતારા શું કહે છે?

હવે વાત કરીએ તેમની સામે ૫૬ ઇંચની છાતી તાણીને ઊભેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ની બપોરના ૧૨ કલાક અને ૯ મિનિટ પર ગુજરાતના મહેસાણામાં જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળી વર્ગોત્તમ વૃશ્ચિક લગ્નની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મલગ્નમાં બેઠેલા ચંદ્રમા અને મંગળની યુતિ તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રદાન કરે છે. વાણી સ્થાનનો સ્વામી ગુરુ વક્રી થઇને મંગળ, શનિ અને શુક્રથી દૃક્ટ છે જે તેમને એક સારો ચતુર વક્તા બનાવે છે. જોકે ગુરુના વક્રી હોવાથી અને પાપ ગ્રહોથી દૃક્ટ હોવાના લીધે તેઓ પોતાના ભાષણમાં હંમેશાં તથ્યોને તોડી-મોડીને વિપક્ષ પર તીખા હુમલા કરે છે.

સિતારા કહે છે મોદીના હવે સારા દિવસો

વક્રી ગુરુ ગુલિક સાથે બેસીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાષણની અપરંપરાગત શૈલી આપે છે. મોદીની કુંડળીમાં વિવાહ સ્થાન એટલે કે સપ્તમ ભાવ પર મંગળ અને શનિની દૃષ્ટિએ તેમને વૈવાહિક અને પારિવારિક સુખથી વંચિત રાખ્યા છે. પંચમ ભાવમાં ગુરુની રાશિ મીનમાં પડેલા રાહુ પર સૂર્ય અને કેતુની દૃષ્ટિ તેમને એક બહુ જ ગુપ્ત રૂપથી નીતિ નિર્માણ કરવાવાળા રાજનેતા બનાવે છે. નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક અને મિશન શક્તિ જેવા મોટા નિર્ણય તેમણે બહુ જ આર્યજનક ઢંગથી અમલમાં લાવીને બધાને વિચારતા કરી દીધા. વર્તમાનમાં ચાલી રહેલી શુક્રની વિંશોત્તરી દશા મોદી સરકારને ફરી સત્તામાં લાવી શકે છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપે તેજસ્વીને કહ્યો દુર્યોધન ! વિરોધીઓને આપી ચેતવણી

આસાન નહીં રહે મોદી સરકારની રાહ

આ વખતે મોદી અને BJPની રાહ ૨૦૧૪માં થયેલી પ્રચંડ બહુમત જેટલી આસાન નહીં થાય. અંતર્દશા નાથ શુક્ર મોદીની કુંડળીમાં શત્રુ રાશિ સિંહમાં વર્ગોત્તમ થઈને સત્તા સ્થાન એટલે દશમ ભાવમાં બેઠા છે. લોકસભા ચૂંટણીમાં ઓછી સીટ મળવાથી તેમની પાર્ટીને ચૂંટણી પછી સરકાર બનાવવા માટે આવા સહયોગીઓની જરૂરત પડી શકે છે જેમાં બહુમતની સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદીને ગઠબંધનની મજબૂરીઓ સામે ઝૂકવા માટે વિવશ થવું પડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK