ગાંધીનગરથી જીત મેળવવા અમિત શાહે કાશી વિશ્વનાથને કરી પ્રાર્થના

13 April, 2019 02:03 PM IST  |  વારાણસી

ગાંધીનગરથી જીત મેળવવા અમિત શાહે કાશી વિશ્વનાથને કરી પ્રાર્થના

કાશી વિશ્વનાથના શરણે અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ વ્યસ્ત એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને તેમનું પૂજન અને દર્શન કર્યા. આ સમયે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.


ભાજપના અધ્યક્ષ અમિત શાહ લગભગ 18 કલાકના વારાણસીના પ્રવાસે હતા. ત્યારે તેમણે સવારે સાડા દસ વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ મંદિર જઈને બાબાના દર્શન કર્યા. જે બાદ તેઓ બાબતપુર એરપોર્ટ રવાના થયા.

ગાંધીનગરથી ઉમેદવાર છે અમિત શાહ
અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. શાહ વર્તમાન સાંસદ એલ. કે. અડવાણીના સ્થાને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉભા છે. જેમણે અમદાવાદમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું અને તેમણે ફોર્મ ભર્યું હતું.

PMના સંસદીય ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શનની તૈયારી
અમિત શાહે ગઈકાલે વારાણસીમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. વારાસણી વડાપ્રધાન મોદીનો સંસદીય વિસ્તાર છે. જ્યાં તેમણે સ્થાનિક નેતાઓ સાથે મળીને તૈયારીઓની ચર્ચા કરી.

આ પણ વાંચોઃ ભાજપના સ્થાપના દિવસે શાહનું શક્તિ પ્રદર્શન, અમદાવાદમાં કર્યો જનસંપર્ક

વડાપ્રધાન મોદી 25 અને 26 એપ્રિલ બે દિવસ તેમના સંસદીય ક્ષેત્રમાં રહે તેવી સંભાવના છે. તેઓ 26 તારીખે ઉમેદવારી કરશે. જે પહેલા ભાજપ એક મોટો રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરવા માંગે છે. વારાણસીમાં 19મે ના રોજ મતદાન છે.

amit shah narendra modi Loksabha 2019