15 May, 2026 07:07 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
સજ્જન સિંહનો કાફલો
મધ્ય પ્રદેશના ભિંડ કિસાન મોરચાના જિલ્લાધ્યક્ષ સજ્જન સિંહને નરેન્દ્ર મોદીની એનર્જી બચાવવાની અપીલને અવગણવાનું ભારે પડ્યું હતું. બુધવારે સજ્જન સિંહને કિસાન મોરચાના જિલ્લાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ ગ્વાલિયરથી ભિંડ સુધી એક વિશાળ સ્વાગત-રૅલી કરીને પહોંચ્યા હતા. આ રૅલીમાં લગભગ ૧૨૦ વાહનોનો લાંબો કાફલો સામેલ થયો હતો. સેંકડો સમર્થકો સાથે નીકળેલી આ રૅલીના ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.
નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ હજી એનર્જી બચાવવા માટે કરકસર કરવાની અપીલ કરી હતી ત્યાં તેમની અપીલને સાવ જ કોરાણે મૂકીને કરવામાં આવેલા આ જશ્નને પાર્ટીએ અનુશાસનહીનતા ગણીને સજ્જન સિંહને તાત્કાલિક અસરથી તેમની નિયુક્તિ રદ કરી દીધી હતી.