તમારે જાણવું છે કે ‘BINOD’ કોણ છે અને કેમ ટ્રેન્ડિંગ છે? તો વાંચો

10 August, 2020 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમારે જાણવું છે કે ‘BINOD’ કોણ છે અને કેમ ટ્રેન્ડિંગ છે? તો વાંચો

ટ્વિટર

ખુદાઇ અને હવે આ વર્ષે કોરોના વાઇરસને લગતા ઢગલાબંધ મિમ્સ તો ચાલ્યા છે પણ છેલ્લા બે-ત્રણ દિવસથી એક નવો શબ્દ સતત ઠેર ઠેર પોસ્ટ થઇ રહ્યો છે અને એ છે Binod – બિનોદ. તમે જો આ શબ્દ જોયો હશે તો તમને પણ વિચાર આવ્યો હશે અચાનક બધા જ બિનોદ બિનોદ પોસ્ટ કેમ કરી રહ્યા છે. બિનોદ શબ્દ એટલો બધો પૉપ્યુલર થયો કે આ સોશ્યલ મજાકનો ભાગ બનવા માટે ટ્રેન્ડમાં રહેવા માટે પેટીએમએ ટ્વિટર પર પોતાનું નામ બિનોદ કરી દીધું, મુંબઇ પોલીસે જેનું નામ બિનોદ હોય તે બધાને વિનંતી કરી કે જો તમારું નામ બિનોદ હોય અને એ તમે પાસવર્ડમાં  યુઝ કર્યું હોય તો તરત પાસવર્ડ બદલી નાખો. એરટેલે કહ્યુ કે તેમણે બધા ફોન “હં, બિનોદ બોલ” એમ કરીને ઉપાડવાનું નક્કી કર્યું છે તો એક અનામી ફ્રેંચ હેકર જે પોતાનું નામ ઇલિયટ એલ્ડરસન ગણાવે છે તેણે પોતાના ફોલોઅર્સને કહ્યું કે તેઓ તેને બિનોદ કહીને બોલાવે.

હવે તમને પણ થતું હશે કે આ માળું બિનોદ છે શું? તો આ છે એનો જવાબ. સ્લાય પોઇન્ટ નામની એક યુ ટ્યૂબ ચેનલને કારણે આ બિનોદ શબ્દ પ્રચલિત થયો છે. આ વીડિયો બનાવે છે અભ્યુદય અને ગૌતમી અને તેમણે યુ ટ્યૂબ વીડિયોઝના કોમેન્ટ સેક્શનમાં કેવી કેવી કોમેન્ટ આવે છે તે શોધવાનું નક્કી કર્યું અને તેની પર એક વીડિયો બનાવ્યો. આ વીડિયોનું નામ હતું, “વ્હાય ઇન્ડિયન કોમેન્ટ સેક્શન ઇઝ અ ગાર્બેજ (BINOD)”. આ વીડિયો 15 જુલાઇએ શેર થયો અને તેમણે પોતાના સબસ્ક્રાઇબર્સને પોતે રિસીવ કરેલી કેટલીક એકમદ વિચિત્ર અને અર્થહિન તથા વેતા વગરની કોમેન્ટ્સ પોતાના વીડિયોમાં બતાડી. આમાંનો એક યુઝર હતો બીનોદ થરૂ જેણે સ્લાય પોઇન્ટના બધાં જ યુ ટ્યૂબ વીડિયોઝનના કોમેન્ટ સેક્શનમાં પોતાના ફર્સ્ટ નેમ એટલે કે બિનોદ સિવાય કંઇ જ નહોતું લખ્યું.

આ વીડિયો જેવો ઓનલાઇ આવ્યો જલ્દી જ કોમેન્ટ સેક્શનમાં એક જ શબ્દ લખાયો અને તે હતો બિનોદ, અને બિનોદ લખેલી અઢળક કોમેન્ટ્સ ચાલવા માંડી. આ ટ્રેન્ડ જલ્દી જ ટ્વિટર પર પૉપ્યુલર થઇ ગયો અને પછી મીમ મેકર્સ કંઇ ગાંજ્યા નહોતા રહેવાના. જુઓ કેટલાક નમુના.

બિનોદનો ટ્રેન્ડ જે ઉપડ્યો છે કે બસ ન પુછો વાત, લોકો જ્યાં કંઇપણ પોસ્ટ કરવાની વાત આવે ત્યાં લખી દે છે બીનોદ. લોકોએ પોતાના સંદેશા આપવા માટે પણ બીનોદ શબ્દનો ઉપયોગ કર્યો તો ક્યાંક પોતાની બ્રાન્ડ તરફ લોકોનું તરત ધ્યાન જાય એ માટે પણ બિનોદ શબ્દનો ઉપયોગ કર્યો.તમે પણ આ વાંચીને બિનોદ કરો, બીજું તો શું વળી.

twitter national news