બિલ ગેટ્સે કોરોનાની રસી બનાવવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી

06 January, 2021 02:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બિલ ગેટ્સે કોરોનાની રસી બનાવવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી

બિલ ગેટ્સ

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા-એસઆઇઆઇના ‘કોવિશિલ્ડ’નો ઉપયોગ અને ભારત બાયોટેકના ‘કોવૅક્સિન’ના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કોરોના રસીકરણ અભિયાન આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે.

માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઇરસ રસી બનાવવામાં ભારતની નોંધપાત્ર ભૂમિકા માટે પ્રશંસા કરી છે. તેમણે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા, નવીનતા અને વડા પ્રધાન કાર્યાલયને ટેગ કરેલા ટ્વીટ દ્વારા રસી ઉત્પાદનની ક્ષમતાની પ્રશંસા કરી છે. તેમણે આ માટે ભારતીય નેતૃત્વ વિશે પણ ખુશી વ્યક્ત કરી છે.

coronavirus covid19 national news india bill gates