કમલેશ તિવારી હત્યાકાંડમાં બે મૌલાના સહિત ત્રણની ધરપકડ,સુરત સાથે કનેક્શન

19 October, 2019 11:44 AM IST  |  લખનઊ

કમલેશ તિવારી હત્યાકાંડમાં બે મૌલાના સહિત ત્રણની ધરપકડ,સુરત સાથે કનેક્શન

કમલેશ તિવારી હત્યાકાંડમાં ત્રણની ધરપકડ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં હિંદૂવાદી નેતા કમલેશ તિવારીની ધોળા દિવસે કરવામાં આવેલી હત્યાના આરોપમાં પોલીસે બે મૌલાનાઓની ધરપકડ કરી છે. બંનેની ધરપકડ પર હાલ પોલીસ કાંઈ ખુલીને નથી બોલી રહી. બિજનૌર પોલીસે મોહલ્લા ચાહશીરીના નિવાસી મૌલાના ખુર્શીદની પણ અટકાયત કરી છે જેમને મૌલાના અનાવરુલની નજીકના માનવામાં આવી છે.


બિજનૌર જિલ્લાના નગીના દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કિશનપુર આંવલામાં રહેતા મૌલાના અનવારુલ હક સાથે જ ભનેડા નિવાસી મુફ્તી નઈમે લગભગ ત્રણ વર્ષ પહેલા કમલેશ તિવારીનું માથું કાપી લાવનારને 1.61 કરોડના ઈનામની જાહેરાત કરી હતી. કમલેશની શુક્રવારે હત્યા થયા બાદ આ બંને મૌલાનાઓની સામે લખનઊની નાકા કોતવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ ભાગવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમને પકડી લેવામાં આવ્યા છે. પોલીસને બંનેની ધરપકડ બાદ દેખાવો થવાનો અંદાજ છે. હાલ તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તેની જાણકારી પોલીસે નથી આપી. જો કે તેમની કોઈ ગુપ્ત સ્થાન પર રાખીને પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી વરસાદની દસ્તક, જાણો ક્યાં છે વરસાદની આગાહી?

હિંદૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના કેસમાં પોલીસે આજે શનિવારે આરોપી મૌલાના અનવાપરૂલ હકની પૂછપરછ કરી છે. અનવારૂલે 2015માં કમલેશ તિવારીનું માથું કાપી લાવનારને 51 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. પોલીસે મૌલાનાની બિજનૌરમાં પૂછપરછ કરી, બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી બોલાચાલી થતી હતી.

કમલેશ તિવારીની હત્યાના કેસમાં સુરતથી પણ કેટલાક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હોવાની પણ ખબરો સામે આવી છે. તેમની પોલીસ પૂછપરછ કરી રહી છે. હત્યાકાંડમાં બિજનૌરના બે મૌલાનાઓના સામે લખનઊમાં નામજોગ મુકદમો દાખલ કરવામાં આવ્યો છે. જેમની સામે હત્યા, આપરાધિક ષડયંત્રની કલો લગાવવામાં આવી છે.

lucknow surat national news