પ્રિયંકા ગાંધી પર બિહારનાં પ્રધાનનું નિવેદન: સુંદર ચહેરાથી વોટ નથી મળતા

24 January, 2019 07:32 PM IST  | 

પ્રિયંકા ગાંધી પર બિહારનાં પ્રધાનનું નિવેદન: સુંદર ચહેરાથી વોટ નથી મળતા

વિનોદ નારાયણનું પ્રિયંકા ગાંધી પર વિવાદિત નિવેદન

બિહારના નેતાઓના વિવાદિત નિવેદનો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. વિનોદ નારાયણે પ્રિયંકા ગાંધી પર વિવાદિત નિવેદન કર્યું છે. પ્રધાન વિનોદ નારાયણ ઝાએ પટનામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સુંદર ચહેરાથી વોટ નથી મળતા. પ્રિયંકા ગાંધીને શીખાઉ ગણાવીને પ્રધાને વિવાદિત નિવેદન આપ્યું. આ બાબતે કોંગ્રેસમાં રાજકારણ ગરમ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રધાને કહ્યું હતું કે, 'કોંગ્રેસ ભૂલમાં છે, તે જાણી લે કે સુંદર ચહેરાઓથી વોટ નથી મળતા.' પ્રિયંકા ગાંઘીના રાજકારણમાં પ્રવેશ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નોમાં વિનોદ નારાયણ આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બિહારના પ્રધાનો દ્વારા વિવાદિત નિવેદનો આવતા રહ્યાં છે.

 

આ પણ વાંચો: બારામૂલા કાશ્મીરનો પહેલો આતંકીરહિત જિલ્લો, પોલીસે કર્યો દાવો

 

પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ સાથે જ ભાજપ તરફથી વિવિધ નિવેદનો આપવામાં આવ્યાં છે. પ્રિયંકા ગાંધીએ આખરે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા કૉંગ્રેસના મહાસચિવ બન્યા છે. પહેલી વાર પ્રિયંકા ગાંધીને સક્રીય જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો કાર્યભાર મળ્યો છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસની નબળી કડી રહ્યું છે, જો કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત છે. જેને જોતા પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. સિંધિયા પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળશે.