UPમાં ભાજપને મોટો ઝટકો, સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું, SPમાં જોડાયા

11 January, 2022 03:15 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે.

તસવીર સૌજન્ય: અખિલેશ યદાવનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંગળવારે મોટી હલચલ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. આ સાથે સ્વામી પ્રસાદ મોર્યા ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ ગયા છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલને પાઠવેલા રાજીનામાના પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી તરીકે પ્રતિકૂળતા અને વિચારધારામાં જીવતા હોવા છતાં મેં મારી જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવી છે, પરંતુ દલિતો, પછાત ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓના ઘોર ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.”

સ્વામી પ્રસાદ મૌર્યના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તેમની સાથે એક તસવીર શેર કરી અને લખ્યું કે “સ્વામી પ્રસાદ મૌર્ય, સામાજિક ન્યાય અને સમાનતા માટે લડતા લોકપ્રિય નેતા અને તેમની સાથે સપામાં જોડાયેલા અન્ય નેતાઓ અને કાર્યકર્તાનું હાર્દિક સ્વાગત છે અને સમર્થકોને શુભેચ્છાઓ!”

છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ છોડીને અખિલેશ યાદવની સાઇકલ પર સવાર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ સ્વામી પ્રસાદ મૌર્યના સામેલ થવાના મામલાને સીધો જોઈ રહ્યા હતા અને તેમના સ્તર પર જ બધું થઈ રહ્યું હતું. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સ્વામી પ્રસાદ મૌર્ય ઉપરાંત મંત્રીઓ ધરમ સિંહ સૈની અને દારા સિંહ ચૌહાણના રાજીનામાની અટકળો ચાલી રહી છે. ધરમ સિંહ અને દારા સિંહ બંને તેમની છાવણીના ગણાય છે. ત્રણેય યોગી સરકારમાં મંત્રી છે, પરંતુ ત્રણેય BSPના મોટા નેતા રહી ચૂક્યા છે અને BSP સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં આ ત્રણેય ભાજપ છોડે તેવી ચર્ચા છે. સ્વામી પ્રસાદે પણ મંત્રી પદ છોડી દીધું હતું.

national news akhilesh yadav uttar pradesh yogi adityanath