રક્ષાપ્રધાન રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ભૂલ : કાફલા સામે કૂદી વ્યક્તિ

04 December, 2019 12:24 PM IST  |  New Delhi

રક્ષાપ્રધાન રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ભૂલ : કાફલા સામે કૂદી વ્યક્તિ

રાજનાથ સિંહ

(જી.એન.એસ.) રક્ષાપ્રધાન રાજનાથ સિંહની સુરક્ષામાં એક મોટી ભૂલ સામે આવી છે. બુધવારના રોજ એક વ્યક્તિ પાર્લમેન્ટ સામે રક્ષાપ્રધાનના કાફલાની સામે પહોંચી ગઈ હતી, જ્યારે તેને પકડીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે વડા પ્રધાન મોદીને મળવા માટે માગે છે. ત્યાર બાદ તેને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ ૩૫ વર્ષની વ્યક્તિનું નામ વિશ્વમ્ભર દાસ ગુપ્તા છે. આ વ્યક્તિ માનસિક રીતે વિક્ષિપ્ત લાગી રહી છે. ૩૫ વર્ષની વ્યક્તિએ જણાવ્યું હતું કે તે વ્યક્તિગત સમસ્યાઓથી હેરાન છે જેના કારણે તે કાફલાની સામે કૂદયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં રાખ્યો છે. આ ઘટના મંગળવારે બપોરે દોઢ વાગે એમપી પાર્કિંગ સામે લાગેલા એક ફુવારા પાસે બની હતી. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પોલીસ તેનું નામ આધાર કાર્ડમાં બદલાવા માટે ઇચ્છે છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

આ પહેલાં કૉન્ગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં છીંડું જોવા મળ્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસસ્થાને ૨૫ નવેમ્બરે પાંચ લોકો ફોટો પડાવવા માટે ઘૂસી ગયા હતા. આ મામલે પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે સીઆરપીએફ લાપરવાહી સાથે કાર્ય કરી રહી છે. હાલમાં આ મામલો સીઆરપીએફ પાસે છે અને તેઓ તપાસ કરી રહ્યા છે.

national news rajnath singh