ભોપાલમાં હોમવર્ક ન કરેલી બાળકીને 168 લાફા માર્યા

16 May, 2019 08:29 PM IST  |  દિલ્હી

ભોપાલમાં હોમવર્ક ન કરેલી બાળકીને 168 લાફા માર્યા

મધ્યપ્રદેશની સરકારી શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી શાળાના એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થિીને 168 લાફા મરાવ્યા હોવાની ઘટના દેખાઈ છે. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. કોર્ટે આ શિક્ષકને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના મધ્યપ્રદેશના આ ઘટના મધ્યપ્રદેશનાં જાબુઆ જિલ્લાનાં થાંડ

થાંડલામાં જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક મનોજ વર્માએ છ વર્ષની 168 વખત લાફા મારવા સ્કૂલના વિદ્યાર્થીઓને કહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના 8 થી 9 મહિના જૂની છે. બાળકીના પિતા શિવ પ્રતાત સિંઘે આપેલી માહિતી પ્રમાણે તેમની પુત્રી જાન્યુઆરીથી ઓક્ટોબર મહિના સુધી શાળા ગઇ નહોતી. કેમ કે, તેની તબીયત સારી નહોતી.

જાન્યુઆરી 11નાં રોજ જ્યારે બાળકી હોમવર્ક કર્યા વગર સ્કૂલે ગઈ ત્યારે શિક્ષકે ક્લાસના અન્ય બાળકોને આદેશ કર્યો કે, આ બાળકી હોમવર્ક કરીને આવી નથી તેથી તેને લાફા મારો અને એ રીતે તેને શિક્ષા કરી હતી. આ પછી 14 છોકરીએ રોજ બે વખત સતત છ દિવસ સુધી તેને લાફા માર્યા હતા.

આ પણ વાંચોઃ એક મેચ ઐસી ભીઃ તમામ 10 બેટ્સમેન ઝીરો રનમાં થયા આઉટ, રાહુલ ગાંધી સાથે છે કનેક્શન

આ ઘટના બાદ બાળકીના પિતાએ સ્કૂલમાં ફરિયાદ કરી. બાદમાં શાળાએ આ ઘટનાનાં મામલે તપાસ સમિતિ રચી. તપાસ બાદ શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો હતો. આ દરમિયાન, બાળકીનાં પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી. પોલીસે આ મામલે શિક્ષકની ધરપકડ કરી હતી અને કોર્ટે જામીન પણ આપવાની ના પાડી દીધી.

national news news