તેમની પૌંઆ ખાવાની સ્ટાઇલથી સમજી ગયો કે તે બંગલાદેશી છે:કૈલાશ વિજયવર્ગીય

25 January, 2020 01:04 PM IST  |  Bhopal

તેમની પૌંઆ ખાવાની સ્ટાઇલથી સમજી ગયો કે તે બંગલાદેશી છે:કૈલાશ વિજયવર્ગીય

કૈલાશ વિજયવર્ગીય

નાગરિક સંશોધન કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કપડાથી ઓળખ’વાળું નિવેદન આપ્યું હતું. પીએમ મોદી બાદ હવે તેમની જ પાર્ટીના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીયએ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની પૌંઆ ખાવાની સ્ટાઇલથી હું સમજી ગયો કે તેઓ બંગલા દેશી છે. વિજયવર્ગીયના આ નિવેદન બાદ ટ્વિટરમાં પૌંઆ જબરદસ્ત ટ્રૅન્ડ કરી રહ્યું છે.

ઇન્દોર શહેરમાં એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જ્યારે તાજેતરમાં જ મારા ઘરમાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું તો કેટલાક મજૂરોના ખાવાની સ્ટાઇલ મને અજીબ લાગી. તેઓ માત્ર પૌંઆ ખાઈ રહ્યા હતા. મેં તેમના સુપરવિઝર સાથે વાતચીત કરી અને શંકા અંગે પૂછયું કે શું આ બંગલાદેશી છે. તેના બે દિવસ બાદ તમામ મજૂર કામ પર આવ્યા જ નહીં.

આ પણ વાંચો : છત્તીસગઢના મુખ્ય પ્રધાને મોદી અને શાહની સરખામણી હિટલર સાથે કરી

સીએએના સમર્થનમાં બોલતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અફવાઓથી ગુમરાહ ન થાઓ, સીએએમાં દેશનું હિત છે. આ કાયદો વાસ્તવિક શરણાર્થીઓને નાગરિકતા આપીશું અને ઘૂસણખોરોની ઓળખ થશે, જોકે દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે.

bharatiya janata party national news bhopal