Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢના મુખ્ય પ્રધાને મોદી અને શાહની સરખામણી હિટલર સાથે કરી

છત્તીસગઢના મુખ્ય પ્રધાને મોદી અને શાહની સરખામણી હિટલર સાથે કરી

25 January, 2020 01:04 PM IST | Raipur

છત્તીસગઢના મુખ્ય પ્રધાને મોદી અને શાહની સરખામણી હિટલર સાથે કરી

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ


છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલનું એક નિવેદન ફરી એક વખત વિવાદમાં પડ્યું છે. આ વખતે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની સરખામણી હિટલર સાથે કરી દીધી છે. તેમણે હિટલરની એક સ્પીચનો ઉલ્લેખ કરતા કહ્યું કે હિટલરે એક વખત પોતાના ભાષણમાં કહ્યું હતું કે તમે ભલે મને ગાળો આપો, પણ જર્મનીને ગાળો આપશો નહીં. વધુમાં કહેતા તેમણે કહ્યું કે હવે મોટાભાઈ અને નાનાભાઈ બન્ને હિટલરની જ ભાષા બોલી રહ્યા છે.

આ અગાઉ ભૂપેશ બઘેલ વડા પ્રધાન નરન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની વચ્ચે મનભેદ હોવાની વાત પર પણ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષ વડા પ્રધાન મોદીના હતાં અને વર્તમાન સરકારના જે સાત મહિના થયા છે તે ગૃહપ્રધાન અમિત શાહના છે. ગઈ વખતના કાર્યકાળમાં વડા પ્રધાન મોદીએ નોટબંધી, જીએસટી વગેરે લાગુ કર્યા ત્યારે આ કાર્યકાળના સાત મહિનામાં ગૃહપ્રધાને સીએબી, સીએએ, કલમ ૩૭૦ નાબૂદ કરી, રામમંદિર પર ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

આ પણ વાંચો : ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તૈયારીમાં સરકારઃ ચૂંટણીપંચની તૈયારી પૂર્ણ



નોંધનીય છે કે હિટલરના ભાષણના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તેમના ભાષણ નીચે અંગ્રેજી સબટાઈટલ્સ પણ આપવામાં આવ્યું છે જે સોશ્યલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઈ રહ્યું છે. આ ભાષણમાં હિટલરે કહ્યું હતું કે ‘તમારે લોકોએ જેટલી પણ ગાળો આપવી હોય તે મને આપો, પણ જર્મનીને ગાળો ન આપશો.’ જોકે કેટલીક વેબસાઈટ્‌સ હિટલરના આ વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 01:04 PM IST | Raipur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK