Bharat Bandh:અગ્નિપથ વિરુદ્ધ પ્રદર્શનને કારણે ટ્રેન સેવા પર માઠી અસર, 181 ટ્રેન રદ્દ

20 June, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રની `અગ્નિપથ` સૈનિક ભરતી યોજનાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે કેટલાક સંગઠનોએ આજે એટલે કે સોમવારે ભારત બંઘનું એલાન કર્યુ છે.

બિહારમાં રેલવે સ્ટેશન પર લોકોની હાલત તસવીરઃPTI

કેન્દ્રની `અગ્નિપથ` સૈનિક ભરતી યોજનાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે કેટલાક સંગઠનોએ આજે એટલે કે સોમવારે ભારત બંઘનું એલાન કર્યુ છે. બંધની સુચના મળતાં જ સરકાર સતર્ક થઈ ગઈ છે. રેલવે સુરક્ષા બળ (RPF)અને સરકારી રેલવે પોલીસ(GRP)ને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે 181 મેલ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ સાથે 348 પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે આ સિવાય 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસેન્જર ટ્રેનો કેન્સલ અથવા અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. કોઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી ન હતી.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યું કે શું તેઓ 46,000 યુવાનોને તૈયાર કરીને RSSમાં લાવવા માગે છે. શું કોઈ દેશમાં એવું બન્યું છે કે 4 વર્ષ સુધી ટ્રેનિંગ આપ્યા પછી છોડી દો. તમે તેમને 4 વર્ષની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપીને ચૂંટણી સુધી વ્યસ્ત રાખવા માટે જ આ કામ કરી રહ્યા છો. ખડગેએ કહ્યું કે તમે આવું એટલા માટે કરી રહ્યા છો કે જે યુવાનો મોંઘવારી અને અન્ય જગ્યાએ બેરોજગારી સામે વિરોધ કરી રહ્યા છે તેમની દિશા વાળવામાં આવે.

આટલા વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું કહેવું છે કે પાર્ટી દેશભરમાં અગ્નિપથ યોજનાનો પ્રચાર કરશે. 

અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા દેશવ્યાપી `ભારત બંધ`ના એલાન વચ્ચે ચિલ્લા બોર્ડર પર નોઈડા-દિલ્હી લિંક રોડ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ભારત બંધના કારણે બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સિવાય સીએમ નીતીશ કુમારે આજે જનતા દરબાદ પણ રદ્દ કર્યો છે. અગ્નિપથ યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં થઈ રહ્યો છે. આ રાજ્યમાં સૌથી વધારે હિંસક પ્રદર્શન થયું હતું. 

national news new delhi bihar bharat bandh