Cricket Betting: પતિની આ આદતને કારણે પત્નીએ કર્યો આપઘાત

27 March, 2024 04:42 PM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

Online Cricket Betting: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક મહિલાએ પતિની ક્રિકેટ પર સટ્ટો રમવાની આદતથી પરેશાન થઈને આપઘાત કરી લીધો. પોલીસે જણાવ્યું કે ઈંજીનિયર દર્શન બાબૂની 23 વર્ષીય પત્ની રંજીતાનો મૃતદેહ 18 માર્ચના રોજ તેમના ઘરે છત પર લટકતો મળી આવ્યો.

આપઘાત માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

Online Cricket Betting: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક મહિલાએ પતિની ક્રિકેટ પર સટ્ટો રમવાની આદતથી પરેશાન થઈને આપઘાત કરી લીધો. પોલીસે જણાવ્યું કે ઈંજીનિયર દર્શન બાબૂની 23 વર્ષીય પત્ની રંજીતાનો મૃતદેહ 18 માર્ચના રોજ તેમના ઘરે છત પર લટકતો મળી આવ્યો. પોલીસ ફરિયાદમાં રંજીતાના પિતાએ આરોપ મૂક્યો કે તેમના જમાઈ દર્શન હોસાદુર્ગામાં લઘુ સિંચાઈ વિભાગમાં સહાયક અભિયંતાના પદ પર કાર્યરત છે.

કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક મહિલાએ પતિના ક્રિકેટ પર સટ્ટો રમવાથી ત્રાસી જઈને આપઘાત કરી લીધો. પોલીસે જણાવ્યું કે ઈન્જીનિયર દર્શન બાબૂની 23 વર્ષીય પત્ની રંજીતાનો મૃતદેહ 18 માર્ચના રોજ તેમના ઘરે છત પર લટકતો જોવા મળ્યો.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં રંજીતાના પિતા વેન્કટેશે આરોપ મૂક્યો કે તેમના જમાઈ દર્શન બાબૂ, હોસાદુર્ગામાં લઘુ સિંચાઈ વિભાગમાં સહાયક અભિયંતાના પદ પર કાર્યરત છે. તેના પર એક કરોડ રૂપિયાથી વધારેનું ઋણ હતું. (Online Cricket Betting)

દર્શન બાબૂને ક્રિકેટમાં સટ્ટાબાજીની આદત હતી
વેંકટેશે આરોપ મૂક્યો હતો કે દર્શન બાબૂને ક્રિકેટમાં સટ્ટાબાજીની આદત હતી, જેને કારણે તેને ભારે નુકસાન થયું અને આખરે તે ઋણના જાળના ફસાઈ ગયો. આથી તેમની નાણાંકીય સ્થિતિ ખરાબ થઈ ગઈ. રંજીતાને સતત સાહૂકારોના ફોન આવવા માંડ્યા. તેના પિતાએ આરોપ મૂક્યો કે આ જ કારણસર તેણે આ પગલું લીધું. દંપત્તિને બે વર્ષનો દીકરો છે.

મળતી માહિતી મુજબ, હોલાલકેરેના રહેવાસી દર્શન બાલુની પત્ની રંજીતા વી (24) 19 માર્ચે તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના પિતા વેંકટેશ એમએ 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમણે કથિત રીતે દર્શનને પૈસા ઉછીના આપ્યા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, ધિરાણકર્તાઓએ કથિત રીતે ધમકી આપી હતી કે જો તેઓ બાકી રકમ ચૂકવશે નહીં તો પરિવારને બદનામ કરશે. આ વાતથી તેમની પુત્રી ખૂબ જ નારાજ હતી. જેના કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હતું.

મહિલાએ સુસાઈડ નોટમાં આપ્યું કારણ
Online Cricket Betting: પોલીસે જણાવ્યું કે રંજીતાએ એક સુસાઈડ નોટ છોડી છે. જેમાં તેણે પોતે અને તેના પતિને શાહુકારો તરફથી થતી હેરાનગતિ વિશે જણાવ્યું છે. ફરિયાદના આધારે આઈપીસી 306 હેઠળ 13 શકમંદો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાંથી ત્રણની ઓળખ શિવુ, ગિરીશ અને વેંકટેશ તરીકે થઈ છે. આ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય હજુ ફરાર છે. તમને જણાવી દઈએ કે દર્શન અને રંજીતાને બે વર્ષનો પુત્ર છે.

પિતાએ કર્યા આ આક્ષેપ
TOI સાથે વાત કરતા, વેંકટેશે કહ્યું કે તેમને શંકા છે કે દર્શને ક્રિકેટ સટ્ટામાં રૂ. 1.5 કરોડ ગુમાવ્યા હતા, પરંતુ તેણે ઉછીની મોટાભાગની રકમ ચૂકવી દીધી હતી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્શન પર હજુ પણ રૂ. 54 લાખનું લેણું બાકી છે. વેંકટેશે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો જમાઈ નિર્દોષ છે. તેને ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ થવામાં રસ ન હતો, પરંતુ શંકાસ્પદ લોકોએ તેના પર એવું કહીને દબાણ કર્યું હતું કે શ્રીમંત બનવાનો આ એક સરળ રસ્તો છે.

karnataka cricket news Crime News suicide offbeat news