ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન, વોટ્સઍપે શરુ કરી આ સુવિધા

15 April, 2019 09:27 PM IST  | 

ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન, વોટ્સઍપે શરુ કરી આ સુવિધા

ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન

જો તમે વોટ્એપ પર ફેક ન્યુઝ મોકલતા પહેલા સાવધાન થઈ જજો. ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપ દ્વારા વિશેષ સુવિધા શરુ કરી છે. ચૂંટણી કમિશન દ્વારા આ પહેલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શૅર કરાતી માહિતીઓ પર નજર રાખવા કહ્યું હતું. આ વાતને ધ્યાનમાં રાખીને વોટ્સએપ દ્વારા ખાસ સુવિધા શરુ કરી છે. ચૂંટણી પંચના આદેશ પર એ મોબાઇલ નંબરના ચેટ્સને ડિસેબલ અથવા બ્લોક કરવાનું શરૂ કર્યુ છે.

વોટ્સએપ દ્વારા 11 એપ્રિલ પહેલાથી જ અકાઉન્ટ્સ ડિએક્ટિવેટ કરવાનું શરુ કર્યું હતું. ચૂંટણી પંચના કહ્યા અનુસાર વોટ્સએપ દ્વારા એવા નંબર બ્લોક કર્યા હતા જેમાં આપતિજનક મેસેજ કે કોઇ રિપોર્ટ્સ મોકલવામાં આવ્યા હોય આ સાથે જ સ્ક્રિન શોટ્સ કે જેમા કોઈ ફેક માહિતી શૅર કરાઈ રહી હોય તેની પર પણ રોક લગાવવામાં આવી છે.

 

આ પણ વાંચો: ખોરવાયુ ફેસબુક.કોમનું કનેક્શન, વોટ્સએપ-ઈન્ટાગ્રામને પણ અસર

 

ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ સોશિયલ મીડિયા કંપનીઓને આપતિજનક કન્ટેન્ટને ડિલીટ કરવા અને રાજકીય જાહેરાતમાં પારદર્શિતા લાવવા આદેશ અપાયા હતા. આ આદેશનો સ્વીકાર સોશિયલ મીડિયા માલિકો દ્વારા કરવામાં આવ્યો હતો આ પહેલા ફેસબુક દ્વારા પણ આપત્તિજનક લાગતા ફેસબુક પેજને ડીલેટ કર્યા હતા.