ખોરવાયુ ફેસબુક.કોમનું કનેક્શન, વોટ્સએપ-ઈન્ટાગ્રામને પણ અસર

Apr 14, 2019, 18:00 IST

આજે વિશ્વના મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જોડાયેલા છે. તેવામાં અત્યારે દુનિયાભરમાં ફેસબુક અને ઇન્સ્ટેગ્રામની વેબસાઇટ ખોરવાઇ ગઇ છે. જેને પગલે વિશ્વના કરોડો લોકો પરેશાન થઇ રહ્યા છે.

ખોરવાયુ ફેસબુક.કોમનું કનેક્શન, વોટ્સએપ-ઈન્ટાગ્રામને પણ અસર
વિશ્વના મોટાભાગના દેશોમાં સવારથી ફેસબુક વેબસાઇટ ખોરવાઇ

આજે વિશ્વના મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જોડાયેલા છે. તેવામાં અત્યારે દુનિયાભરમાં ફેસબુક અને ઇન્સ્ટેગ્રામની વેબસાઇટ ખોરવાઇ ગઇ છે. જેને પગલે વિશ્વના કરોડો લોકો પરેશાન થઇ રહ્યા છે. ફેસબુક સિવાય ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને પર વાપરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે આ સમસ્યાઓ ડેસ્કટોપ પર ફેસબુક વાપરી રહેલા યૂઝર્સને પરેશાની આવી રહી છે. એન્ડ્રોઈલમાં યૂઝર્સ આસાનીથી ફેસબુકનો ઉપયોગ કરી શકે છે.

વિશ્વના મોટાભાગના દેશોમાં સવારથી ફેસબુક વેબસાઇટ ખોરવાઇ

ઘણા દેશોમાં Facebook.com નહી ખુલવાની વાત સામે આવી રહી છે. મેસેન્જર પણ થોડા સમય માટે બંધ રહ્યું હતું જેની ફરીયાદ જોવા મળી હતી. ફેસબુક સાથે સાથે Instagram અને Whatsapp યૂઝર્સ પર સ્લો સર્વરની પરેશાની ભોગવી રહ્યા છે અને મેસેજ મોકલી શકતા નથી. યૂઝર્સને મેસેજ મોકલ્યા પછી ડિલિવર હોવાની સાઈન જ મળી નથી રહી.

 

આ પણ વાંચો: વાંધાજનક કંટેંટ પર ટિકટૉકનું કડક વલણ, ભારતમાં હટાવ્યા 60 લાખ વીડિયો

 

ઇન્સ્ટેગ્રામ અને વોટ્સ એપની માલિકી ફેસબુકની છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારથી જ આ પ્રકારની પરેશાની ફેસબુકમાં જોવા મળી હતી. આ પહેલી વાર નથી જ્યારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ એક સાથે બરાબર કામ ન કરી રહ્યા હોય. ગયા મહિને પણ આ જ રીતે ત્રણેય સોશિયલ મીડિયા અચાનક ડાઉન થઈ ગઈ હતી. ત્યારે ફેસબુકને બરાબર કામ કરતા 24 કલાક લાગ્યા હતા જો કે ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે સર્વરમાં કેટલાક બદલાવ કરવાના કારણે યૂઝર્સને મુશ્કેલી આવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK