બરસાનામાં મોરારીબાપુની કથામાં માતાજી ગૌશાળા માટે મનોરથી પરિવારે કર્યું પાંચ કરોડ ચાર લાખનું દાન

23 September, 2025 07:28 AM IST  |  Barsana | Gujarati Mid-day Correspondent

મથુરા પાસે આવેલા શ્રીધામ બરસાનામાં માતાજી ગૌશાળા સેવાર્થે ગયા શનિવારથી મોરારીબાપુની રામકથા માનસ ગૌસુક્તનું ગાન થઈ રહ્યું છે

ગૌશાળામાં ૬૫,૦૦૦થી વધુ ગૌધનનું સેવાકાર્ય થઈ રહ્યું છે ત્યારે હરેશ સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.

શ્રીધામ બરસાનામાં ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે મનોરથી સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયા અને મોરારીબાપુના ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા પાંચ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

મથુરા પાસે આવેલા શ્રીધામ બરસાનામાં માતાજી ગૌશાળા સેવાર્થે ગયા શનિવારથી મોરારીબાપુની રામકથા માનસ ગૌસુક્તનું ગાન થઈ રહ્યું છે. ગૌશાળામાં ૬૫,૦૦૦થી વધુ ગૌધનનું સેવાકાર્ય થઈ રહ્યું છે ત્યારે હરેશ સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.

national news india religious places Morari Bapu culture news mathura