27 January, 2026 09:16 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો આજે ૨૭મી જાન્યુઆરીએ તમે કોઈ પણ ગવર્નમેન્ટ બૅન્કનું કામ પતાવવા માંગો છો તો આ ન્યુઝ તમારા માટે જ છે કારણ કે આજે તમને આ કામમાં અડચણ આવી શકે છે. વાત એમ છે કે આજે યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા દેશવ્યાપી સ્ટ્રાઈક (Bank Strike)નું એલાન કરાયું છે.
આ ફોરમ સાથે જોડાયેલા કેટલાક યુનિયનોએ પાંચ દિવસના કામકાજના સપ્તાહ અને બે દિવસની રજાઓની માંગ સાથે સ્ટ્રાઈક (Bank Strike)નું એલાન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ યુનિયનોનું કહેવું છે કે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઇબીએ) સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે તેઓએ સ્ટ્રાઈકનો રસ્તો અપનાવવો પડ્યો છે.
યુનિયનોના જણાવ્યા અનુસાર વર્ક-લાઇફના સંતુલનને ધ્યાનમાં રાખીને અન્ય સરકારી કચેરીઓની જેમ બૅન્કમાં પણ પાંચ દિવસની કાર્ય પ્રણાલી લાગુ થવી જોઈએ. હવે આજે જ્યારે રાષ્ટ્રવ્યાપી સ્ટ્રાઈકનું એલાન કરાયું છે ત્યારે કઇ કઇ સુવિધાઓમાં અડચણ અવ શકે છે? તો ખાસ કરીને શાખાઓમાં ચેક ક્લિયરન્સ, કૅશ ડિપોઝિટ અને વિથડ્રોઅલ જેવી ગ્રાહક સેવાઓ તેમ જ લોન અને દસ્તાવેજ કાર્ય પણ પૂર્ણ કરવામાં અડચણ આવી શકે છે. જોકે, જોકે, એટીએમ, યુપીઆઈ, મોબાઇલ બૅન્કિંગ અને ઈન્ટરનેટ બૅન્કિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેવાની શક્યતા છે તેમાં કોઈ વિક્ષેપ થાય એવી શક્યતા નથી.
રાષ્ટ્રવ્યાપી સ્ટ્રાઈકથી સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ બડોદા, કેનેરા બૅન્ક, યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયા, ઇંડિયન બૅન્ક, બૅન્ક ઑફ ઈન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈન્ડિયા, ઇંડિયન ઓવરસીઝ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બૅન્ક વગેરેના કામકાજ પ્રભાવિત (Bank Strike) થાય એવી શક્યતા છે.
તમને એ પણ જણાવી દઈએ કે એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એક્સિસ બૅન્ક જેવી પ્રાઇવેટ બૅન્ક પર આ સ્ટ્રાઈકની અસર નહીં થાય કારણ કે આઅ બૅન્કના કર્મચારીઓ સ્ટ્રાઈક (Bank Strike)નો ભાગ નથી બનવાના.
૨૪ જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર હોવાથી આ દિવસે બૅન્કો (Bank Strike)માં રજા હતી. તે પછીનો દિવસ રવિવાર એટલે કે ૨૫મી જાન્યુઆરીના રોજ પણ બૅન્કમાં રજા હતી. ત્યારબાદ સોમવારે ૨૬મી જાન્યુઆરી (રિપબ્લિક ડે) હોવાથી સતત ત્રીજે દિવસે પણ બૅન્ક બંધ હતી. હવે આજે ૨૭મી જાન્યુઆરીની સ્ટ્રાઈકને કારણે સતત ચાર દિવસ બૅન્ક શાખાઓ બંધ રહેવાથી લોકોને મુશ્કેલી થઈ શકે છે.