'ઓપરેશન બંદર': જાણો કેવી રીતે નક્કી કરવામાં થયું એરસ્ટ્રાઈકનું નામ!

21 June, 2019 08:22 PM IST  |  નવી દિલ્હી

'ઓપરેશન બંદર': જાણો કેવી રીતે નક્કી કરવામાં થયું એરસ્ટ્રાઈકનું નામ!

જાણો બાલાકોટ એરસ્ટ્રાઈકની રસપ્રદ હકીકતો

વરિષ્ઠ રક્ષા સૂત્રોએ બાલાકોટમાં કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકને લઈને એક ખુલાસો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ઓપરેશનને ખાનગી રાખવા માટે અને એ સુનિશ્ચિત કરવા માટે કે યોજનાઓ લીક ન થાય એટલે બાલાકોટ ઑપરેશનને કોડનેમ આપવામાં આવ્યું છે. તેને ઑપરેશન બંદર નામ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ભારતમાં થયેલા પુલવામાં હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર નિશાન સાધવામાં આવ્યું હતું.

નામની પાછળ કોઈ વિશેષ કારણનો વિસ્તાર કર્યા વગર, સૂત્રોએ જણાવ્યું કે વાનરોએ હંમેશા જ ભારતની યુદ્ધ સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે, જેવું કે રામાયણમાં પણ જોવામાં આવ્યું છે, જ્યાં ભગવાન રામનો સાથ દેતા ભગવાન હનુમાને ચુપચાપ લંકામાં પ્રવેશ કર્યો અને રાક્ષસ રાવણના આખા શહેરનો નાશ કરી દીધો.

મહત્વનું છે કે 26 ફેબ્રુઆરીએ અનેક હવાઈ ઠેકાણાઓથી ઉડાન ભરતા 12 મિરાજ વિમાનોએ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાનની વાયુ અંતરિક્ષને થાપ આપીને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબિર પર મિસાઈલથી હુમલો કર્યો. વાયુસેનાએ મિરાજ-2000 વિમાનોથી જૈશના ઠેકાણાઓ પર સ્પાઈસ-2000 બોમ્બના પેનિટ્રેટર વર્ઝનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં જૈશના આતંકી કેંપને નિશાન બનાવવામાં આવ્યા. હુમલા બાદ વિમાનો ભારતીય સીમામાં સુરક્ષિત પાછા આવી ગયા.

14 ફેબ્રુઆરીએ જમ્મૂ અને કશ્મીરના પુલવામામાં નેશનલ હાઈવેથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી કાર અથડાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. આ મામલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી ઓપરેટ થતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ બાદ ભારતીય વાયુસેનાના જાંબાઝોએ 26 ફેબ્રુઆરીના પાકિસ્તાનની સીમામાં ઘુસીને બાલાકોટમાં ચાલી રહેલા જૈશ-એ-મોહમ્મદની આતંકીઓને તાલિમ આપતી શિબિરને બોમ્બ વરસાવીને તહેસ નહેસ કરી નાખી હતી.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરીના લુક્સનો ઉડ્યો મજાક, સ્મૃતિએ આપ્યો આવો જવાબ

જેના પછીના દિવસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વાયુસેનાના જહાજોએ ભારતીય સીમામાં ઘુસીને સૈનાના ઠેકાણાઓને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય વાયુસેનાએ દુશ્મનો જડબાતોડ જવાબ આપતા તેમને કાઢી મુક્યા. આ દરમિયાન પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યું. જો કે, આ વચ્ચે ભારતીય વાયુસેનાનું પણ એક ફાઈટર પ્લેન પાકિસ્તાનની સીમામાં દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. આ વિમાનમાં વિંગ કમાન્ડર અભિનંદન સવાર હતા. પાકિસ્તાની સેનાએ ગેરકાયદે ત્રણ દિવસ સુધી અભિનંદનને પોતાની કેદમાં રાખ્યા.

આખરે ભારતના કૂટનૈતિક અને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાને એક માર્ચના દિવસે વિંગ કમાંડર અભિનંદનને ભારતને સુપરત કર્યા હતા. જેમનું દેશમાં હીરોની જેમ સ્વાગત થયું હતું.

national news