કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરીના લુક્સનો ઉડ્યો મજાક, સ્મૃતિએ આપ્યો આવો જવાબ

Published: Jun 21, 2019, 19:11 IST | નવી દિલ્હી

સ્મૃતિ ઈરાનીએ દીકરી સાથે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જેનો મજાક ઉડાવનારને સ્મૃતિએ જવાબ આપ્યો છે.

પુત્રી ઝોઈશ સાથે સ્મૃતિ ઈરાની
પુત્રી ઝોઈશ સાથે સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) પોતાના તીખા તેવર અને હાજરજવાબીપણા માટે જાણીતી છે. સ્મૃતિનો આવો જ અંદાજ સોશિયલ મીડિયા પર ત્યારે નજર આવ્યો જ્યારે તેણે પોતાની દીકરી ઝોઈશ ઈરાની (Zoish Irani)ના લુક પર કમેન્ટ કરનાર એક છોકરાને આડે હાથ લઈ લીધો. સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આખી ઘટના પણ બતાવીય

સ્મૃતિ ઈરાનીએ દીકરી ઝોઈશ ઈરાની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં ઝોઈશના લૂકને લઈને તેના એક સહપાઠીએ ક્લાસમાં તેની મજાક ઉડાવી હતી, જે બાદ ઝોઈશે સ્મૃતિને કહીને એ સેલ્ફી ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરાવી નાખી, પણ દીકરીના અપમાન પર સ્મૃતિને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે દીકરીનો એક નવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેને બુલી કરનાર શખ્સને સંબોધીને એક નોટ લખી.

સ્મૃતિએ આ નોટમાં લખ્યું કે, "મેં ગઈકાલે મારી દીકરીની સેલ્ફી ડિલીટ કરી નાખી હતી, કારણ કે એક બેવકૂફે તેને ક્લાસમાં પરેશાન કરી હતી, એક ઝાએ તેના લૂક માટે તેનો મજાક ઉડાવ્યો હતો અને ક્લાસમાં પોતાના સાથીઓને કહ્યું હતું કે પોતાની માની સાથે સેલ્ફીમાં તેના લુક્સને લઈને તેને અપમાનિત કરે. મારી બાળકીએ મને વિનંતી કરી કે મહેરબાની કરીને ડિલીટ કરી દો, એ લોકો મારો મજાક બનાવી રહ્યા છે. મે કરી દીધું કારણ કે મારાથી તેના આંસૂ ન જોવાયા. ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે મે આવું કરીને તેને હેરાન કરનારને સપોર્ટ જ કર્યો. એટલા માટે મિસ્ટર ઝા, મારી દીકરી એક તાલિમ પામેલી સ્મોર્ટ પર્સન છે, લિમ્કા બુક્સમાં તેનો રેકોર્ડ છે, કરાટેમાં સેકંડ ડેન બ્લેક બ્લેટ છે. વર્લ્ડ ચેંપિયનશિપમાં બે વાર કાંસ્ય પદક જીતી ચુકી છે, એક પ્યારી દીકરી અને બેહદ ખૂબસૂરત છે. જેટલી તેને પરેશાન કરશો, તે પાછી લડશે. તે ઝોઈશ ઈરાની છે અને તેની માતા હોવાનો મને ગર્વ છે."

 
 
 
View this post on Instagram

I deleted my daughter’s selfie yesterday coz an idiot bully in her class ,A Jha ,mocks her for her looks & tells his pals in class to humiliate her for how she looks in her mother’s insta post. My child pleaded with me ‘ Ma please delete it, they are making fun of me’. I obliged coz I could not stand her tears. Then I realised my act just supported the bully . So Mr Jha , my daughter is an accomplished sports person, record holder in Limca Books, 2 Nd Dan black belt in Karate, at the World Championships has been awarded bronze medal twice; is a loving daughter and yes damn beautiful. Bully her all you want , she will fight back. She is Zoish Irani and I’m proud to be her Mom ❤️

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onJun 21, 2019 at 1:22am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK