અયોધ્યા રામ મંદિર:જયપુરના શાહી પરિવારનો દાવો, પુરાવા સાથે કહ્યું અમે શ્રીરામના વંશજો

24 January, 2024 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અયોધ્યા રામ મંદિર ખાતે ધામધુમથી પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ઉજવાયો. આ દરમિયાન જયપુરના શાહી પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે.

વંશાવલી, પદ્મનાભ સિંહ અને અયોધ્યાનો નકશો (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

22 જાન્યુઆરીએ અયોધ્યામાં હર્ષ, ઉલ્લાસ અને આનંદ સાથે ધામધુમથી ભવ્ય રીતે રામ મંદિરમાં રામજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. બૉલિવૂડની દિગગ્જ હસ્તીઓ અને દેશના નામી મહાનુભુવાઓ આ સમારોહમાં જોડાયા.વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કરી શ્રીરામની મૂર્તિનું અનાવરણ કર્યુ. પીએમ મોદીના કહેવા પ્રમાણે દેશના તમામ ભક્તોએ ઘરે ઘરે દીવા તો પ્રગટાવ્યાં જ સાથે સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને આ અવસરને દિવાળી જેવા માહોલમાં પરિવર્તિત કર્યો. આની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યાં છે જે જાણીને તમને નવાઈ પામશો. રાજસ્થાનના રોયલ પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે. 

જયપુરના રાજવી પરિવાર, જે `સૂર્યવંશી રાજપૂતો` તરીકે ઓળખાય છે, તેમણે ભગવાન રામના વંશજ હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ તેમણે `વંશાવલી` દ્વારા આ વાતની સાબિતી આપી છે.

અયોધ્યા ખાતે ભવ્ય અવસર

`પ્રાણ પ્રતિષ્ઠા` સમારોહમાં પરિવારનું પ્રતિનિધિત્વ કરતા, જયપુરના એચ.એચ. મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે, વંશમાં 309મી પેઢી, સત્તાવાર `વંશાવલી` અને 18મી સદીના અયોધ્યાનો ઐતિહાસિક નકશો શેર કર્યો છે. મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા એક સંત પાસેથી ખરીદાયેલો આ કાપડનો નકશો પેઢીઓથી સચવાયેલો છે.

ભગવાન રામ અને મેવાડના શાહી પરિવારનું કનેક્શન

કર્નલ જેમ્સ ટોડ સહિતના ઈતિહાસકારોએ તેમના પુસ્તક `એનલ્સ એન્ડ એન્ટીક્વિટીઝ ઓફ રાજસ્થાન`માં મેવાડના રાજવી પરિવારની પરંપરાઓ અને રિવાજોને ભગવાન રામથી તેમના વંશના પુરાવા તરીકે પ્રકાશિત કર્યા છે.

ટોડ અનુસાર, ભગવાન રામની રાજધાની અયોધ્યા હતી, અને તેમના પુત્ર લવ સહિત તેમના વંશજોએ લવકોટ (લાહોર) ની સ્થાપના કરી હતી.

આખરે, તેઓ મેવાડમાં સ્થળાંતર કરી ગયા, જેમાં તેમની પ્રારંભિક રાજધાની તરીકે ચિત્તોડ સાથે સિસોદિયા વંશની સ્થાપના થઈ, બાદમાં તેઓ ઉદયપુર ગયા. સૂર્ય મેવાડના રાજવી પરિવારનું પ્રતીક છે, જે ભગવાન શિવના ભક્તો તરીકે ઓળખાય છે. તેઓ એકલિંગનાથની પૂજા કરે છે. 

વર્ષ 2019માં શાહી પરિવરાની રાજમાતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારીએ પણ દાવો કર્યો હતો કે તેઓ શ્રીરામના પુત્ર કુશના વંશજો છે. તેમણે કહ્યું હતું કે તેઓ શ્રીરામની 309મી પેઢી છે. આ સાથે તેમણે વંશની યાદી પણ શેર કરી હતી. જેમાં શ્રીરામનું નામ જોવા મળે છે. વંશાવલી પ્રમાણે સવાઈ જય સિંહ શ્રીરામની 289મી પેઢી છે, જ્યારે મહારાજા ભવાની સિંહ એ રામની 307મી પેઢી છે. 

 

 

ram mandir ayodhya jaipur rajasthan national news