અયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ SC

19 July, 2019 01:04 PM IST  |  નવી દિલ્હી

અયોધ્યા મામલે અડવાણી, જોશી પરના કેસનો 9 મહિનામાં લાવો નિકાલઃ SC

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ

અયોધ્યાના વિવાદિત ઢાંચો તોડવાના મામલે સુપ્રીમ કોર્ટે નિર્દેશો આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે પર ચાલી રહેલા કેસનો 9 મહિનામાં નિર્ણય થઈ જવો જોઈએ. અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ, લખનઊના જજ એસકે યાદવનો કાર્યકાળ સુપ્રીમ કોર્ટે વધારી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાયબરેલી અને  લખનઊની અદાલતોમાં પેન્ડિંગ આ બંને મામલાઓને એકસાથે ચલાવવાનો અને લખનઊમાં જ તેના પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. અડવાણી, જોશી અને ઉમા ભારતી સહિત 13 આરોપીઓ સામે આ મામલામાં આપરાધિક ષડયંત્રના આરોપો હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ હાજી મહબૂબ અહમદ અને સીબીઆઈએ ભાજપના નેતાઓ સહિત 21 આરોપીઓ સામે ષડયંત્રના આરોપો હટાવવાના આદેશને પડકાર આપ્યો હતો.

અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ, લખનઊના જજ એક કે યાદવનો કાર્યકાળ સુપ્રીમ કોર્ટે વધારી દીધો છે. ટ્રાયલ કોર્ટના જજ 30 સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા હતા. તેમણે સુપ્રીમમાં અરજી કરીને કહ્યું હતું કે ટ્રાયલમાં વધુ 6 મહિના લાગશે. કોર્ટે જજનો કાર્યકાળ વધારવા પર ઉત્તર પ્રદેશ પાસેથી જવાબ માંગ્યો હતો. ઉત્તર પ્રદેશે આજે કોર્ટે કહ્યું કે જજનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે કોર્ટને કહ્યું કે તે જજનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે જ્યાં સુધી ટ્રાયલ પૂરી ન થયા તો આ જજ સુનાવણી કરે ભલે બે વર્ષનો પણ સમય લાગે. કોર્ટે યૂપી સરકારને કહ્યું કે તેઓ હાઈકોર્ટના પરામર્શથી ટ્રાયલ જજનો કાર્યકાળ વધારવામાં આવે અને મુખ્ય સચિવના આ આદેશ પર અમલનો ચાર અઠવાડિયામાં હલફનામું દાખલ કરીને બતાવે.

આ પણ વાંચોઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

મહત્વનું છે કે આ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી આરોપી છે. આ મામલામાં ટ્રાયલ 19 એપ્રિલ ખતમ થવાની છે. રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ 25 જુલાઈથી આ મામલાની રોજ સુનાવણી કરવા પર વિચાર કરી રહી છે.

ayodhya ayodhya verdict national news supreme court