Ayodhya Case : યુપી શિયા વકફ બોર્ડે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો

10 November, 2019 12:45 PM IST  |  Lucknow

Ayodhya Case : યુપી શિયા વકફ બોર્ડે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો

સુપ્રીમ કોર્ટ

(પી.ટી.આઇ.) અયોધ્યા-બાબરી મસ્જિદ ખાતેની વિવાદિત જમીનનો અધિકાર હિન્દુઓને આપવામાં આવ્યો એ યોગ્ય છે, એવું શિયા વકફ બોર્ડના સભ્ય વાસીમ રિઝવીએ જણાવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. ‘વિવાદિત સ્થળનો હક રામમંદિર બનાવવા માટે હિન્દુઓને આપવામાં આવ્યો છે. આ ચુકાદા માટે હું તમામ ભારતીય હિન્દુઓને અભિનંદન આપું છું,’ એવું રિઝવીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

‘સુપ્રીમ કોર્ટે એવું માન્યું હતું કે મસ્જિદ મીર બાકી દ્વારા બનાવવામાં આવી હતી અને તો પછી શિયા વકફ બોર્ડને પાંચ એકરની જમીન મળવી જોઈતી હતી. અમે આ અંગે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ. સુન્નીઓનો આ જગ્યા પર કોઈ હક નથી,’ એવું રિઝવીએ ઉમેર્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અયોધ્યાની વિવાદિત જમીન રામ મંદિર બનાવવા માટે આપી દેવા માટે કહ્યું હતું અને મંદિર માટે ટ્રસ્ટ ઊભું કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સુન્ની વકફ બોર્ડને યોગ્ય જગ્યાએ પાંચ એકરની જમીન ફાળવી આપવા માટેનો આદેશ આપ્યો હતો.

supreme court ayodhya ayodhya verdict