પુલવામા આતંકી હુમલોઃ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન

14 February, 2019 07:37 PM IST  |  પુલવામા

પુલવામા આતંકી હુમલોઃ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન

જમ્મૂ કશ્મીરમાં મોટો આતંકી હુમલો

જમ્મૂ કશ્મીરના પુલવામામાં ગુરુવારે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં CRPFના 12 જવાનો શહીદ થયા છે. હુમલા બાદ રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ હુમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સુરજેવાલાએ ઉરી, પઠાણકોટ, પુલવામાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી.


જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીર કરીને કહ્યું કે ઘાટીમાં ફરી એક વાર 2004-05 જેવો માહોલ થઈ રહ્યો છે. તો મહબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી છે.

મહબૂબાએ કહ્યું કે અવંતીપોરાથી દિલને દુખ પહોંચાડનારી ખબર આવી રહી છે. અહીં સુરક્ષાદળોનો 12 જવાનો શહીદ થયા છે. તેમણે કહ્યું કે આ આતંકી હુમલાની નિંદા કરવા માટે કોઈ શબ્દ પુરતા નથી. ખબર નહીં કે આતંકને ખતમ કરવા માટે આપણે કેટલા જીવ ગુમાવવા પડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે મુશ્કેલીના સમયમાં દેશએ એકજૂટ રહેવું જોઈએ.

પ્રિયંકા ગાંધીએ રદ્દ કરી પ્રેસ કોન્ફરન્સ

પ્રિયંકા ગાંધીએ પુલવામામાં થયેલા હુમલા બાદ દુઃખ વ્યક્ત કરતા પોતાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું આજની પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરું છું કારણ કે અત્યારે રાજનીતિ કરવી યોગ્ય નથી.

કેવી રીતે થયો હુમલો?
જમ્મૂ-કશ્મીરના પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા ક્ષેત્રમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો. આ દરમિયાન CRPFને બે બસોને નિશાન બનાવવામાં આવ્યા. અત્યાર સુધી 18થી વધુ જવાનો આ હુમલામાં શહીદ થઈ ચુક્યા છે. અને 40થી વધુ જવાનો ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ PMએ હુમલાની કરી નિંદા, સ્થિતિ પર સતત રાખી રહ્યા છે નજર

કોણે કર્યો હુમલો?
જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાને અંજામ આપનારો ડ્રાઈવર પુલવામાના ગુંડઈ બાગનો રહેવાસી છે. તેનું નામ આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો છે.