પુલવામા હુમલોઃ PMએ હુમલાની કરી નિંદા, સ્થિતિ પર સતત રાખી રહ્યા છે નજર

14 February, 2019 07:22 PM IST  | 

પુલવામા હુમલોઃ PMએ હુમલાની કરી નિંદા, સ્થિતિ પર સતત રાખી રહ્યા છે નજર

વડાપ્રધાને કરી પુલવામાં હુમલાની નિંદા

શ્રીનગર જમ્મૂ નેશનલ હાઈવે પર ગોરીપોરા વિસ્તારમાં આજે જૈશ-એ-મોહમ્મદે કરેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ હુમલાને ઉરીથી પણ મોટો આત્મઘાતી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું તેઓ સતત ગૃહમંત્રીના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


ગૃહમંત્રી રાજનાથસિંહ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરીને આવતીકાલે શ્રીનગર જઈ રહ્યા છે. આવતીકાલે પટનામાં રાજનાથસિંહની રેલી હતી જે રદ્દ કરવામાં આવી છે. અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. CRPFના વરિષ્ઠ અધિકારીઓ તેમને સતત અપડેટ્સ આપી રહ્યા છે.

'સૈનિકોના લોહીના એક એક ટીપાનો બદલો લેવામાં આવશે'

પૂર્વ સેનાધ્યક્ષ અને વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે હુમલા બાદ કહ્યં કે, 'એક સૈનિક અને દેશના નાગરિક હોવાના નાતે, મારું લોહી આવું કાયરતાપૂર્ણ હુમલાથી ઉકળી ઉઠે છે.' પુલવામા હુમલામાં CRPF જવાનોના જીવ ગયા છે. હું તેમની શહીદીને સલામ કરું છું અને વચન આપું છું કું કે તેમના લોહીના એક એક ટીપાનો બદલો લેવામાં આવશે.

 

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલોઃ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન


હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશેઃ જેટલી

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરીને કહ્યું કે જમ્મૂ કશ્મીર ના પુલવામામાં CRPF પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ છે. દેશ શહીદ સૈનિકોને સલામ કરે છે. અને અમે શહીદોના પરિવાર સાથે ઉભા છે. હું ઘાયલો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કર્યું છે. આતંકીઓને એમના કૃત્યનો એવો જવાબ આપવામાં આવશે જે તે ક્યારેય નહીં ભૂલી શકે.

jammu and kashmir terror attack