દેશમાં ડરનો માહોલ, સરકારની ટીકા કરતાં લોકો ડરે છેઃ રાહુલ બજાજ

02 December, 2019 03:10 PM IST  |  New Delhi

દેશમાં ડરનો માહોલ, સરકારની ટીકા કરતાં લોકો ડરે છેઃ રાહુલ બજાજ

રાહુલ બજાજ અને અમિત શાહ

(જી.એન.એસ.) ગૃહપ્રધાન અમિત શાહ, રેલવેપ્રધાન પીયૂષ ગોયલ અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્રણેય પ્રધાનોએ પ્રજ્ઞા ઠાકુરથી લઈને આર્થિક સ્થિતિ તથા કાશ્મીર મુદ્દા વિશે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું કે દેશમાં ડરનો માહોલ છે. યુપીએ-ટૂ શાસનમાં અમે સરકારની ખૂલીને ટીકા કરી શકતા હતા. વર્તમાન સમયમાં તમે સારું કામ કરી રહ્યા છો છતાં જો અમે ટીકા કરીશું તો અમને ખબર નથી કે તમે એની પ્રશંસા કરશો કે નહીં. આ સંદર્ભે શાહે કહ્યું હતું કે જો આમ હોય તો અમારે સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવો પડશે.

રાહુલ બજાજે સંસદમાં પ્રજ્ઞા ઠાકુરના નિવેદન વિશે પણ સવાલ ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ પ્રજ્ઞા ઠાકુરને મનથી કદી માફ નહીં કરી શકે છતાં બીજેપીનાં સંસદસભ્યને ગૃહમાં સલાહકાર કમિટીનાં સભ્ય બનાવવામાં આવ્યાં. બજાજે કહ્યું કે અમારા ઉદ્યોગપતિ મિત્રોમાં કોઈ નહીં કહે, પરંતુ આપણે એક વાતાવરણ તૈયાર કરવું પડશે. હું કોઈ બાબતને લઈને ખોટો હોઈ શકું છું. મારે કદાચ કેટલીક બાબત કહેવી ન જોઈએ. આ સંદર્ભે શાહે કહ્યું હતું કે ‘આ ફક્ત હવા ઊભી કરવામાં આવી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

અત્યાર સુધીમાં મોદી સરકારની વિરુદ્ધ સૌથી વધારે લખવામાં આવ્યું છતાં એવું વાતાવરણ બની રહ્યું છે તો અમે એને સુધારવાનો પ્રયાસ કરીશું. તમારે કોઈએ ડરવાની જરૂર નથી. અમે એવું કંઈ કર્યું નથી કે કોઈ કશું કહે તો સરકારને ચિંતા થાય. અમારી સરકાર પારદર્શક રીતે ચાલી રહી છે. અમને કોઈ વિરોધનો ડર નથી. કોઈ આમ કરશે તો તેના મેરિટને જોઈને અમે સુધારો કરવાનો પ્રયત્ન કરીશું.’

national news amit shah