અરુણાચલી યુવકના અપહરણ અંગે PMના મૌન પર રાહુલ ગાંધીનો પ્રહાર

20 January, 2022 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના સ્થાનિક કમાન્ડરે અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા છોકરાની સલામત વાપસી માટે હોટલાઇન પર ચીની સેનાનો સંપર્ક કર્યો છે.

અરુણાચલી યુવકના અપહરણ અંગે PMના મૌન પર રાહુલ ગાંધીનો પ્રહાર

અરુણાચલ પ્રદેશમાંથી (Arunachal Pradesh) 17 વર્ષીય કિશોર ગુમ થયાની માહિતી મળ્યા બાદ તેને પરત લાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના સ્થાનિક કમાન્ડરે અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા છોકરાની સલામત વાપસી માટે હોટલાઇન પર ચીની સેનાનો સંપર્ક કર્યો છે. ચીની સેના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અરુણાચલ પ્રદેશના એક ભાજપાના સાંસદે દાવો કર્યો કે કિશોરનું અપહરણ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ સૂત્રોએ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા કિશોર મીરમ તરુન વિશે માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે છોકરાના ગુમ થવાની માહિતી મળતાં ભારતીય સેનાએ તરત જ સ્થાપિત હોટલાઇન સિસ્ટમ દ્વારા પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો સંપર્ક કર્યો હતો. તેઓને કહેવામાં આવ્યું કે છોકરો, જે જડીબુટીઓ લેવા ગયો હતો, તે રસ્તો ખોવાઈ ગયો હતો અને તે શોધી શક્યો ન હતો.


આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાનોના કથિત અપહરણને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, `પ્રજાસત્તાક દિવસના થોડા દિવસો પહેલા, ભારતના એક ભાગ્ય વિધાતાનું ચીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે - અમે મીરામ તરુનના પરિવાર સાથે છીએ અને આશા છોડીશું નહીં, હાર માનીશું નહીં. પીએમનું મૌન તેમનું નિવેદન છે - તેમને કોઈ પરવા નથી!`

અરુણાચલ પ્રદેશના સાંસદ તાપીર ગાઓએ બુધવારે દાવો કર્યો હતો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ રાજ્યના ભારતીય વિસ્તારના અપર સિયાંગ જિલ્લામાંથી 17 વર્ષીય કિશોરનું અપહરણ કર્યું હતું.


તેણે ટ્વીટની સાથે અપહરણ કરાયેલા કિશોરની તસવીર શેર કરી અને કહ્યું, "ભારત સરકારની તમામ એજન્સીઓને વિનંતી કરવામાં આવે છે કે તે કિશોરની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરે."

national news arunachal pradesh rahul gandhi bharatiya janata party narendra modi