Arun Jaitleyના પરિવારમાં કોણ કોણ છે, જાણો શું કરે છે તેમનો પુત્ર-પુત્રી

24 August, 2019 04:32 PM IST  | 

Arun Jaitleyના પરિવારમાં કોણ કોણ છે, જાણો શું કરે છે તેમનો પુત્ર-પુત્રી

ભારતના પુર્વ નાણાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા એવા દિગ્ગજ નેતા અરૂણ જેટલી 66 વર્ષની ઉંમરે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને 9 ઓગસ્ટથી દિલ્હી AIIMS માં દાખલ હતા. મહત્વનું છે કે હજું થોડા સમય પહેલા જ પુર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

અરૂણ જેટલીનો જન્મ 28 સપ્ટેમ્બર 1952ના દિલ્હીમાં થયો હતો. તેમના પિતા મહારાજ કિશન જેટલી અને તેમની માતાનું રતન પ્રભા જેટલી હતું. પિતા મહારાજ કિશન જેટલી પણ વકીલ હતા. અરૂણ જેટલીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ જેવિયર સ્કૂલથી લીધું ત્યારબાદ દિલ્હી યૂનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી પોતાનું ગ્રેજ્યુએશન અને ત્યારબાદ લૉની ડિગ્રી મેળવી. અરુણ જેટલી પ્રાથમિક શિક્ષણ સાથે અન્ય ગતિવિધિઓમાં પણ ભાગ લેતા હતા. આ દરમિયાન તેમને ઘણા પુરષ્કાર મળ્યાં.

અરૂણ જેટલીના રાજકીય જીવનની શરૂઆત દિલ્હી વિશ્વ વિદ્યાલયથી થઈ. 1974માં તે ડીયૂના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ પણ રહ્યાં. અરુણ જેટલીએ 24 મે 1982ના સંગીતા જેટલી સાથે લગ્ન કર્યા હતા. અરૂણ જેટલીને એક પુત્ર રોહન અને પુત્રી સોનાલી છે. અરુણ જેટલીની જેમ સોનાલી અને રોહન પણ વકીલ છે. વકીલાતમાં જેટલી પરિવારની ત્રીજી પેઢી છે જેમને પોતાનું કરીઅર આ ફિલ્ડમાં બનાવ્યું.

આ પણ વાંચો:અરૂણ જેટલીને નહોતું બનવું વકીલ, દેશના ટોપ 10 વકીલમાં હતા સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીના નિધન પછી તેમની પત્ની સંગીતા અને પુત્ર રોહન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પરિવાર સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના પ્રવાસે છે. અરૂણ જેટલીના પરિવારે પીએમ મોદીને અપીલ કરી હતી કે, તેમનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરે.

arun jaitley