અમેરિકાથી કેન્સરનો ઈલાજ કરાવી પાછા ફર્યા અરુણ જેટલી

09 February, 2019 08:34 PM IST  | 

અમેરિકાથી કેન્સરનો ઈલાજ કરાવી પાછા ફર્યા અરુણ જેટલી

જેટલી કેન્સરના ઈલાજ બાદ સ્વદેશ પાછા ફર્યા

અરૂણ જેટલી આજે અમેરિકાથી ભારત પરત આવ્યા છે. ઈલાજ કરાવવા માટે જેટલી ચાર અઠવાડિયા સુધી અમેરિકામાં રહ્યા. જેટલીએ પોતાના આગમનની જાણકારી ટ્વીટ કરીને આપી. તેમણે કહ્યું કે તેઓ ઘરે પાછા ફરીને ખુશ છે. ઈલાજ માટે અમેરિકા હોવાના કારણે તેઓ મોદી સરકારનું છઠ્ઠું અને અંતિમ બજેટ નહોતા રજૂ કરી શક્યા. તેમના સ્થાના પીયૂષ ગોયલને નાણામંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. કાર્યકારીના નાણાંમંત્રીના રૂપમાં જેમણે જ વચગાળાનું બજેટ રજૂ કર્યું.

અરૂણ જેટલીના આગમનને પીયૂષ ગોયલે પણ વધાવ્યું. ટ્વીટમાં ગોયલે કહ્યું કે, 'આદરણીય શ્રી અરુણ જેટલીના પાછા ફરવાથી પ્રસન્નતા થઈ રહી છે. તેમના સમર્થન, દિશાનિર્દેશ અને નેતૃત્વ માટે તેમનો આભાર'.

ઈલાજ દરમિયાન જેટલી સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તેમણે ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ કરવાનું ચાલું રાખ્યું હતું. ન્યૂયૉર્કથી તેમણે વીડિયો કૉલના માધ્યમથી સંવાદદાતાઓ સાથે વાતચીત પણ કરી અને બજેટ મામલે સવાલોના જવાબ આપ્યા. તેમણે ત્યાં ઈન્ટરવ્યૂ પણ આપ્યો. જેમાં તેમણે કહ્યું કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને સંસદમાં બજેટ પર ચર્ચાનો જવાબ દેવા તેઓ પાછા આવશે. સંસદનું બજેટ સત્ર 13 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યું છે. લોકોસભામાં વચગાળાના બજેટ પર ચર્ચા પણ થઈ રહી છે.

શું હતી બીમારી?
66 વર્ષિય જેટલી ગયા મહિને પોતાના ઈલાજ માટે ન્યૂયૉર્ક ગયા હતા. તેમને ટિશ્યૂ કેન્સર હોવાની જાણકારી મળી હતી. જેના માટે સર્જરી કરાવવી જરૂરી હતી.

જેટલી સંભાળશે પ્રચારની કમાન
લોકસભા ચૂંટણી પહેલા જેટલી વતન પાછા આવી જતા ભાજપને મોટી રાહત મળી છે. જેટલીને ભાજપે પ્રચાર અભિયાનના પ્રમુખ બનાવ્યા છે. તેઓ ભારત પાછા આવી જતા આશા રાખવામાં આવી રહી છે કે તેઓ જલ્દી જ ચૂંટણીના મેદાનમાં લોકો વચ્ચે નજર આવશે.

arun jaitley