અરુણ જેટલી 25 જાન્યુઆરીએ ફરશે પરત, 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ

17 January, 2019 12:17 PM IST  | 

અરુણ જેટલી 25 જાન્યુઆરીએ ફરશે પરત, 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ

જેટલી સારવાર માટે ગયા છે અમેરિકા

અમેરિકામાં પોતાનો ઈલાજ કરાવવા માટે ગયેલા નાણામંત્રી અરુણ જેટલી 25 જાન્યુઆરીએ ભારત પાછા આવી જશે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર 26 જાન્યુઆરીએ પ્રજાસતાક દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહેશે. આ વખતનું વચગાળાનું બજેટ પણ જેટલી જ રજૂ કરશે. પહેલા અહેવાલો આવી રહ્યા હતા કે જેટલી બજેટ રજૂ નહીં કરે. કારણ કે તેઓ સૉફ્ટ ટિશ્યૂ સરકોમા નામના દુર્લભ પ્રકારના કેન્સરના ઈલાજ માટે અમેરિકા જઈ ગયા છે.

કિડની ટ્રાંસપ્લાંટ માટે જેટલી કેટલાક સમય માટે સરકારી કામકાજથી દૂર રહ્યા હતા અને તેમના સ્થાને પીયૂષ ગોયલની નિયુક્તિ કરવામાં આવી હતી. નાણામંત્રીના સ્વાસ્થ્યની જાણકારી મળતા જ રાજકીય ક્ષેત્રમાંથી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવી. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, 'એ સાંભળીને દુઃખી છું કે જેટલી જી અસ્વસ્થ છે. અમે તેમના વિચારોને લઈને તેમની સાથે રોજ લડાઈ કરીએ છે. પરંતુ હાલ, હું અને કૉંગ્રેસ પક્ષ કામના કરીએ છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. જેટલી જી, અમે આ મુશ્કેલીના સમયમાં તમારી સાથે છે'.

અહેવાલો હતા કે અરુણ જેટલી બીમાર છે અને તેઓ એક ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં હાજર નહીં રહે. સરકારી અધિકારીઓએ આ ખબરોનું ખંડન કરતા કહ્યું કે નાણામંત્રી આવશે અને બજેટ પણ રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે બજેટ નિયત સમય પર જ રજૂ થશે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ, દિલ્હી એઇમ્સમાં કરાયા ભરતી

જેટલીનું ગયા વર્ષે 14 મેના દિવસે કિડનીનું ટ્રાંસપ્લાંટ થયું હતું. જે પહેલા તેઓ ડાયલિસીસ પર હતા. સપ્ટેંબર 2014માં જેટલીની બેરિયાટ્રિક સર્જરી પણ થઈ હતી.

arun jaitley national news