કાશ્મીરમાં પથ્થરબાજો પર કાબુ મેળવવા સાઉન્ડ કેનન ટેક્નિક

08 July, 2019 08:22 PM IST  | 

કાશ્મીરમાં પથ્થરબાજો પર કાબુ મેળવવા સાઉન્ડ કેનન ટેક્નિક

સેના કરશે સાઉન્ડ કેનન ટેક્નિકનો ઉપયોગ

કાશ્મીરમા હવે પથ્થર બાજો પર કાબુ મેળવી શકાશે. પથ્થરબાજો સાથે નિપટવા માટે હવે જમ્મુ કાશ્મીરમાં મોબ કન્ટ્રોલ વ્હિકલ પછી હવે અત્યાધુનિક મશીન સાઉન્ડ કેનનનો ઉપયોગ કરવાની યોજના છે. આ કેનન લોન્ગ રેજ એકાસિક ડિવાઈસ કહેવાય છે. હાલ સાઉન્ડ કેનનને ખરીદવા અને પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા મશીનનું સિલેક્શન કરી લેવામાં આવ્યું છે અને પરીક્ષણનો એક પડાવ પણ પુરો થઈ ચૂક્યો છે.

કાશ્મીરમાં હિંસક પ્રદર્શનો પર કાબુ કરવા માટે સુરક્ષા દળો ઓછા ઘાતક હથિયારો આસુગેસ, મિર્ચી બમ, રબર બુલેટ અને પૈલેટનો ઉપયોગ કરે છે જેના કારણે લોકોને નુકસાન ન થાય અને પથ્થરબાજો પર કાબુ મેળવી શકાય. વિભિન્ન્ પ્રકારના માનવાધિકાર સંગઠન પૈલેટ પીડિતો માટે મુદ્દા ઉઠાવી રહ્યા હતા. આ મુદ્દાઓ ઈન્ટરનેશનલ સ્તર પર ઉઠાવવામાં આવી રહ્યા છે જેના કારણે ભારત માટે પથ્થરબાજો પર કાબુ મેળવવો મુશ્કેલ છે. પૈલેટનો ઉપયોગ રોકવાની માગ સ્થાનિય લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી. જેના કારણે સાઉન્ડ કેનન જેવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: EVM મુદ્દે રાજ ઠાકરેએ કરી સોનિયા ગાંધી સાથે મુલાકાત

શું છે સાઉન્ડ કેનન ટેક્નિક

સાઉન્ડ કેનનની વિશેષતા છે કે સાઉન્ડ કેનન ટેક્નિક દ્વારા 3 થી 4 ફૂટ દૂર સુધી 153 ડેસીબલ સાઉન્ડ પ્રેશર પર અવાજ કરે છે. 100 ફૂટની દુરી પર 121 ડેસિબલ સુધીનું પ્રેશર બનાવી શકે છે. સામાન્ય રીતે લોકોની સાંભળવાની ક્ષમતા 90 ડેસિમલ કરતા ઓછી હોય છે. 90 ડેસિમલ કરતા વધારે સાઉન્ડ લોકો માટે તકલીફ દાયક રહે છે જેની મદદ ભારતીય સૈન્યના જવાનોને મળશે.

 

national news gujarati mid-day